આ અંક વાળાઓને બિઝનેસમાં થઈ શકે છે મોટો ફાયદો, વાંચો આજનું અંક રાશિફળ.

0
558

આજે 01 ફેબ્રુઆરી 2022 છે. 01 નંબર ખૂબ જ શુભ હોય છે. આ પિતા, આત્મા, સંપત્તિ, શિક્ષણ, જ્ઞાન અને કીર્તિનું કારક છે. 01 નો સ્વામી સૂર્ય છે. 01-02-2022 નો ભાગ્યાંક 09 રહેશે. ભાગ્યાંક 09 નો સ્વામી ગ્રહ મંગળ છે. સૂર્ય, ગુરુ અને ચંદ્રનો શ્રેષ્ઠ મિત્ર છે. અંક 01 ના મિત્ર અંક 02, 03 અને 09 છે. ભાગ્યંક 09 નો સ્વામી મંગળ ભૂમિ, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતીક છે. પોતાના જન્માંક અનુસાર તમે આજે તમારો અંક રાશિફળ જાણી શકો છો.

01 ફેબ્રુઆરી 2022 નું અંક રાશિફળ

અંક રાશિફળ : જન્માંક 01

શુભ નંબર : 09

નોકરી અને વ્યવસાય : આજનો અંકનો સ્વામી સૂર્ય છે. સૂર્ય મદદરૂપ સાબિત થશે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગ્યંક 09 નો સ્વામી મંગળ તમને વેપારમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય : ત્વચા સંબંધી બીમારીઓ થઈ શકે છે.

અંક રાશિફળ : જન્માંક 02

શુભ નંબર : 03

નોકરી અને વ્યવસાય : સૂર્ય અને ચંદ્ર મિત્રો છે. નોકરીમાં ઉન્નતિને લઈને પ્રસન્નતા રહેશે. નામાંક 09 નો વ્યક્તિ બિઝનેસમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય : આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ : જન્માંક 03

શુભ નંબર : 02

નોકરી અને વ્યવસાય : નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે. વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય : આંખના વિકારથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ : જન્માંક 04

શુભ નંબર : 08

નોકરી અને વ્યવસાય : આજે વ્યાપારી સોદાના કારણે વેપારમાં લાભ થવાના સંકેત છે. 02 નંબરના ઉચ્ચ અધિકારીઓની મદદથી નોકરીમાં પ્રગતિ શક્ય છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સુધારવા માટે સુંદરકાંડનો પાઠ કરો.

અંક રાશિફળ : જન્માંક 05

શુભ નંબર : 04

નોકરી અને વ્યવસાય : ભાગ્યાંક 09 ના વ્યક્તિ થી નોકરી અને વ્યવસાય માં લાભ થશે. નોકરીમાં અંક 03 અને 09 ના ઉચ્ચ અધિકારીઓનો સહકાર મળશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેવાના કારણે ખુશ રહેશો

અંક રાશિફળ : જન્માંક 06

શુભ નંબર : 05

નોકરી અને વ્યવસાય : આજે વેપારમાં પ્રગતિ થશે. ભાગ્યાંક 09 ના સ્વામી મંગળ અને અંક સ્વામી શુક્ર નો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય : બીપીના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ : જન્માંક 07

શુભ નંબર : 06

નોકરી અને વ્યવસાય : કેતુ અને મંગળ વેપારમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય : આંખના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ : જન્માંક 08

શુભ નંબર : 06

નોકરી અને વ્યવસાય : આજે ભાગ્યનો સ્વામી મંગળ છે. આ અંકનો સ્વામી શનિ છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. ગુરુ અને આજના અંકનો સ્વામી સૂર્ય કોઈ નવો વેપાર સોદો આપી શકે છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ : જન્માંક 09

શુભ નંબર : 01

નોકરી અને વ્યવસાય : મંગળ અને સૂર્ય વેપારને નવી દિશા આપશે. જોબમાં આજના અંકનો સ્વામી સૂર્ય અને ભાગ્ય સ્વામી અને આ અંકનો સ્વામી મંગળ ઉચ્ચ અધિકારીઓના સહયોગથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય : સૂર્ય આંખના વિકારોની સંભાવના આપી શકે છે.