માં લક્ષ્મીની કૃપાથી આ અંક વાળાને થશે વેપારમાં ધનલાભ, આમનું થશે નોકરીમાં પ્રમોશન

0
459

આજે 01 એપ્રિલ 2022 છે. 01 નંબર ખૂબ જ શુભ છે, આ પિતા, આત્મા, કીર્તિ, શિક્ષણ, જ્ઞાન અને પ્રસિદ્ધિનો કારક છે. 01 ના સ્વામી સૂર્ય છે. 01-04-2022 નો ભાગ્યાંક 02 રહેશે. ભાગ્યાંક 02 ના સ્વામી ગ્રહ ચંદ્ર છે. સૂર્ય એ ગુરુ અને ચંદ્રના શ્રેષ્ઠ મિત્ર છે. અંક 01 નો મિત્ર અંક 02, 03 અને 09 છે. ભાગ્યાંક 02 ના સ્વામી ચંદ્ર મન, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્માંક અનુસાર તમે આજે તમારો અંકફળ જાણી શકો છો.

વાંચો પોતાનું 1 એપ્રિલ 2022 નું અંકફળ

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર : 9

નોકરી અને વ્યવસાય : આ સંખ્યાનો સ્વામી સૂર્ય છે. ભાગ્ય સ્વામી ચંદ્રનો સાથ છે. સ્થિતિ સારી રહેશે. ભાગ્યાંક 02 નો સ્વામી ચંદ્ર તમને વેપારમાં નફો કરાવી શકે છે.

સ્વાસ્થ્ય : ત્વચા સંબંધી બીમારીઓ થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર : 3

નોકરી અને વ્યવસાય : સૂર્ય અને ચંદ્ર મિત્રો છે.નોકરીમાં પ્રગતિને લઈને પ્રસન્નતા રહેશે. નામાંક 01 અને 02 ના વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય : આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર : 2

નોકરી અને વ્યવસાય : આજનો દિવસ નોકરી અને વ્યવસાય માટે પ્રગતિનો દિવસ છે. વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય : આંખની વિકૃતિઓ પરેશાન કરી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર : 6

નોકરી અને વ્યવસાય : આજે ધંધાકીય સોદાને લઈને વેપારમાં લાભ થવાના સંકેત છે. નોકરીમાં અંક 02ના ઉચ્ચ અધિકારીઓની મદદથીપ્રગતિની સંભાવના છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સુધારવા માટે સુંદરકાંડનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર : 6

નોકરી અને વ્યવસાય : વેપારમાં તમને ભાગ્યાંક 02 અને 09 ની વ્યક્તિથી લાભ મળશે. નોકરીમાં નામાંક 02 અને મિત્ર નામાંક 03 ના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યને લઈને ખુશ રહેશો

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર : 7

નોકરી અને વ્યવસાય : આજે વેપારમાં સંઘર્ષ કરવો પડી શકે છે. ભાગ્યાંક 02 ના સ્વામી ચંદ્ર અને અંકનો સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક અપાવી શકે છે.

સ્વાસ્થ્ય : શુગરના દર્દીઓ સાવચેત રહો.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર : 8

નોકરી અને વ્યવસાય : કેતુ અને ચંદ્ર વેપારમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનને લઈને તમે સારા સમાચાર મળી શકે છે

સ્વાસ્થ્ય : આંખના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર : 5

નોકરી અને વ્યવસાય : આજનો ભાગ્ય સ્વામી ચંદ્ર છે. આ અંકના સ્વામી શનિ છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. ગુરુ અને આજના અંકના સ્વામી સૂર્ય કોઈ નવો વેપારીક સોદો આપી શકે છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર : 3

નોકરી અને વ્યવસાય : મંગળ અને ચંદ્ર વેપારને નવી દિશા આપશે. નોકરીમાં આજના અંકના સ્વામી સૂર્ય અને ભાગ્યના સ્વામી ચંદ્ર આ અંકનો સ્વામી મંગળના સહયોગથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય : મંગળ અને ચંદ્ર કફ વિકારની સંભાવના કરી શકે છે.