બાર જ્યોતિર્લિંગની આરતી, યાત્રાએ ના જઈ શકો તો આ આરતીથી કરો મહાદેવને પ્રસન્ન.

0
4669

જય દેવ જય મહાદેવ જય શિવ જુગ સ્વામી

સમરૂ દ્રાદશ લિંગ (૨) સેવું શિરા નામી

ૐ હર હર મહાદેવ

પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો… શિવ

શૈલે શંભુ આપ (૨) મલ્લિકેશ્વર બીજે… ૐ હર હર

ત્રીજે શિવ કેદાર ગંગોદક ગાજે… શિવ

ચોથા શિવ ઓમકાર (૨) રેવા તટ રાજે… ૐ હર હર

પંચમ પુરવ દેશ, વૈજનાથ વનખ્ંડી… શિવ

છઠ્ઠા શિવ નાગેશ્વર (૨) ધ્યાન ધરી દંડી… ૐ હર હર

સપ્તમ દીન દયાળ, વિશ્વેશ્વર કાશી… શિવ

અષ્ટમ શિવ મહાકાલ (૨) ઉજ્જેનના વાસી… ૐ હર હર

નવમા ભીમશંકર, ભક્તિ અવિચળ આપો… શિવ

દસમા શિવ રામેશ્વર (૨) સેતુબંધ સ્થાપ્યો… ૐ હર હર

ધુશ્મેશ્વર ગુણગ્રામ એકાદશ જ્યોતિ… શિવ

દ્રાદશ ત્રંબકનાથ (૨) ગુરૂમુખ લ્યો ગોતી… ૐ હર હર

દ્રાદશ લિંગની આરતી, જે ભાવે ગાશે… શિવ

ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપતિ થાશે

હર કૈલાશે જાશે ૐ હર હર મહાદેવ.

(સાભાર ગુજરાતી વિચાર સંગ્રહ)