12 મુખી રુદ્રાક્ષના ગુણ અને ધારણ કરવાના નિયમ.

0
854

ખુબ જ શુભ માનવામાં આવતો 12 મુખી રુદ્રાક્ષ, તેનાથી વ્યક્તિને થાય છે ઘણા લાભ, જાણો તેની સાથે જોડાયેલા નિયમ. 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા જીવનની ઘણી નકારાત્મકતાઓ દુર કરી શકાય છે. આજના ભૌતિકવાદી સમાજમાં તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે આ રુદ્રાક્ષ ધારણ કરવી અતિ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને આ લેખમાં તમને 12 મુખી રુદ્રાક્ષ સાથે જોડાયેલી થોડી મહત્વની વાતો જણાવીએ.

12 મુખી રુદ્રાક્ષ : એવું માનવામાં આવે છે કે આ રુદ્રાક્ષમાં સૂર્ય ભગવાનના 12 રૂપના ઓજ હોય છે અને એટલા માટે તે ધારણ કરવાથી વ્યક્તિના સામર્થ્ય અને શક્તિમાં વધારો થાય છે. આમ તો આ રુદ્રાક્ષનું મળવું એટલું સરળ નથી હોતું. આ રુદ્રાક્ષમાં 12 પ્રાકૃતિક રેખાઓ હોય છે. સૂર્યદેવને આ રુદ્રાક્ષના સ્વામી માનવામાં આવે છે. રુદ્રાક્ષને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે, એટલા માટે તે ધારણ કરવાથી ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી બીજા ક્યા ક્યા લાભ મળે છે આવો જાણીએ.

12 મુખી રુદ્રાક્ષના લાભ : અત્યંત શુભ માનવામાં આવતા આ રુદ્રાક્ષથી વ્યક્તિને નીચે જણાવેલા લાભ મળે છે.

જ્યોતિષ મુજબ આ રુદ્રાક્ષ ધારણ કરવાથી રાહુ અને સૂર્ય ગ્રહની ખરાબ અસરોથી મુક્તિ મળે છે.

જે લોકોને હાડકા સાથે જોડાયેલી તકલીફ છે, આ રુદ્રાક્ષ પહેરીને તેમાં પણ લાભ મળે છે.

ત્વચા સંબંધી રોગો દુર કરવા માટે પણ આ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

આ રુદ્રાક્ષ ધારણ કરવાથી અવસાદ(ટેન્શન) માંથી પણ મુક્તિ મળે છે.

આ રુદ્રાક્ષ પ્રશાસનીક અધિકારીઓ અને રાજકારણીઓના જીવનમાં પણ સકારાત્મકતા લાવે છે.

નબળા હ્રદય વાળા માટે પણ આ રુદ્રાક્ષ ઔષધી જેવું કામ કરે છે.

તે શ્વાસ અને પેશાબ સાથે જોડાયેલી બીમારીઓ દુર કરવામાં પણ મદદ કરે છે.

સન્યાસી લોકો આ રુદ્રાક્ષ એટલા માટે ધારણ કરતા હતા કે અલગ અલગ સ્થાન ઉપર ભ્રમણ દરમિયાન મળતી નકારાત્મક ઉર્જાથી તે બચી શકે. આજના સમયમાં પણ લોકો ભ્રમણશીલ થઇ ગયા છે એટલા માટે રુદ્રાક્ષ ધારણ કરવું આજે પણ પ્રાસંગીક છે. તેનાથી મળતી ઉર્જા અને તેના સારવારના ફાયદા તેને દરેક માટે ઘણું શુભ બનાવી દે છે.
ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ આ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ગયા જન્મના પાપો માંથી પણ મુક્તિ મળી જાય છે.

12 મુખી રુદ્રાક્ષના ગુણોનું વર્ણન :

द्वादशास्यस्य रुद्राक्षास्यैव कर्णेतु धारणात्

आदि त्यास्तोषिता नित्यं द्वादशास्ये व्यवस्थिता:

गोमेधे चाश्वमेधे च यत्फलं तद्वाप्नुयात्

श्रंगिणां शास्त्रिणां चव व्याध्रादिनां भयं नहि।

અર્થ – 12 મુખી રુદ્રાક્ષને જો કાનમાં ધારણ કરવામાં આવે તો તેનાથી બાર આદિત્ય ખુશ થાય છે. તે ધારણ કરવા વાળા વ્યક્તિને અશ્વમેઘ અને ગોમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને તેને વ્યાધ્ર, સિંગડા વાળા જાનવરોનો પણ ભય નથી રહેતો.

બાર મુખી રુદ્રાક્ષમાં કહેવામાં આવે છે કે તે ધારણ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના શુભ ફળ મળે છે. એવા વ્યક્તિના જીવનમાં સકારત્મકતા જળવાઈ રહે છે અને તે જીવનમાં અનેક સુખ પ્રાપ્ત કરે છે. આ રુદ્રાક્ષને સાંસારીક લોકો સાથે સન્યાસી પણ ધારણ કરે છે, જેથી તેનું ધ્યાન ખોટી વસ્તુ ઉપર ન જાય.

12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ : આ રુદ્રાક્ષ સૂર્યદેવના બાર રૂપો સાથે જોડવામાં આવે છે એટલા માટે તેને રવિવારના દિવસે ધારણ કરવો અતિ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં તેને ધારણ કરવામાં આવે તો શુભતા ઘણી વધી જાય છે.

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કોઈ વિદ્વાન જ્યોતિષ પાસે તેને અભીમંત્રીત કરાવી લો.

રવિવારના દિવસે તે ધારણ કરતા પહેલા સ્નાન કરો અને બની શકે તો નવા કે સ્વચ્છ કપડા પહેરો.

તેમ જ ગંગાજળમાં રુદ્રાક્ષને શુદ્ધ કરી લો.

તેમ જ પૂજા સ્થળ ઉપર બિરાજમાન થઈને નીચે જણાવેલ મંત્રો સાથે રુદ્રાક્ષ ધારણ કરો.

મંત્ર- ओम सूर्याय नम:,

મંત્ર- ओम ह्रीं ह्रौं स: सूर्याय नम: (આ મંત્રના 108 વખર જાપ કરો.)

ત્યાર પછી રુદ્રાક્ષની માળાને રેશમી દોરામાં પરોવીને ધારણ કરો.

12 મુખી રુદ્રાક્ષ ધારણ કરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન : રુદ્રાક્ષ ધારણ કર્યા પછી વ્યક્તિએ થોડી બાબતોને લઈને સાવચેત રહેવું જોઈએ. આ બાબતો વિષે નીચે જણાવવામાં આવ્યું છે.

12 મુખી રુદ્રાક્ષ ધારણ કર્યા પછી લસણ ડુંગળીનું સેવન ન કરવું.

આ રુદ્રાક્ષ ધારણ કર્યા પછી કેફી પીણા જેવા કે દારુ, સિગરેટ વગેરેથી દુર રહો.

રુદ્રાક્ષ ધારણ કર્યા પછી માંસનું સેવન પણ ન કરવું જોઈએ.

રુદ્રાક્ષને ક્યારે પણ વીંટીમાં ધારણ ન કરવો જોઈએ.

12 મુખી રુદ્રાક્ષ પહેરીને ક્યારે પણ શ્મશાનમાં કે પ્રસુતિ ગૃહમાં ન જાવ.

સુતા પહેલા રુદ્રાક્ષની માળા ઉતારી દેવી જોઈએ.

આ બે રાશીઓ માટે શુભ છે 12 મુખી રુદ્રાક્ષ : કુંડળી મુજબ આમ તો કોઈ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે પરંતુ રાશિચક્રની બે રાશીઓ મકર અને કુંભ માટે તે મણકો સૌથી ઉપયોગી માનવામાં આવે છે. તે ધારણ કરવાથી આ બંને રાશિના લોકોના જીવન માંથી નકારાત્મકતા દુર થઇ જાય છે. આ રાશીઓ ઉપરાંત જે પણ વ્યક્તિ 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માંગે છે, તેને કોઈ નિષ્ણાત જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.