20 ફેબ્રુઆરીથી 13 એપ્રિલ સુધી નહિ થાય લગ્ન, ગુરુ ગ્રહને કારણે વધી શકે છે અમુક લોકોનો તણાવ, જાણો કેમ

0
360

માંગલિક કાર્યો પર ટૂંક સમયમાં પ્રતિબંધ લાગવાનો છે. આવું ગુરુના અસ્ત થવાને કારણે અને પછી મીન અધિક માસની શરૂઆતના કારણે થશે. એટલે કે, 20 ફેબ્રુઆરીથી બંધ થનારા માંગલિક કાર્યો એ પછી સીધા 14 એપ્રિલથી શરૂ થઈ શકશે.

ગુરુના અસ્ત થવાની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. 23 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી જે તે રાશિના લોકો પર ગુરુની શુભ દૃષ્ટિથી હશે તે રાશિના લોકોને ફાયદો થશે. જે રાશિના લોકો પર મધ્ય દૃષ્ટિ હશે, તેમણે મધ્યમ અને જે રાશિઓ પર નીચ દૃષ્ટિ રહેશે તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આવા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેઓ કોઈ કારણસર તણાવને કારણે ખોટો નિર્ણય લઈ શકે છે.

14 એપ્રિલ પછી માંગલિક કાર્ય શરૂ થશે : મકરસંક્રાંતિ પછી શરૂ થયેલા માંગલિક કાર્યોના શુભ મુહુર્ત 20 ફેબ્રુઆરીથી અટકી જશે. કારણ કે 23 માર્ચે ગુરુ અસ્ત થઈ જશે. જો કે ગુરુ ઉદય કરશે ત્યાં સુધીમાં સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હશે, જેના કારણે મીન અધિક માસ શરૂ થશે, જે 14 એપ્રિલ સુધી રહેશે. આ દરમિયાન લગ્ન જેવા શુભ કાર્યો પર પણ પ્રતિબંધ રહેશે. 14 મી એપ્રિલ બાદ ફરી એકવાર માંગલિક કાર્યો શરૂ કરવામાં આવશે.

શા માટે અસ્ત થાય ગુરુ? રવિવારની સવારે, 13 ફેબ્રુઆરીએ, સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી ગયો છે. આ રાશિમાં ગુરુ પહેલેથી જ હાજર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય જે ગ્રહની નજીક આવે છે, તે અસ્ત થાય છે અથવા કહેવાય છે કે તેની શક્તિ ઘટી જાય છે. સૂર્યની સામે ગ્રહની શક્તિ નબળી પડી જવાને કારણે તે ગ્રહ સંબંધિત પરિબળો પણ પ્રભાવી નથી રહેતા. ગુરુ એ શુભ કાર્યોનું પ્રતિક છે, તેથી તે અસ્ત સેટ થતાંની સાથે જ શુભ કાર્યો અટકાવી દેવામાં આવે છે.

ધનુ અને મીન રાશિનો સ્વામી છે ગુરુ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ધનુ અને મીન રાશિનો સ્વામી છે. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ અને મકર રાશિમાં નીચ હોય છે. તે પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી છે. ગુરુની ત્રણ દૃષ્ટિઓ હોય છે – પાંચમી, સાતમી અને નવમી. જ્યાં દેવગુરુની દૃષ્ટિ પડે છે ત્યાં શુભતા આવે છે. દેવગુરુ બૃહસ્પતિનું અસ્ત થવું તમામ પ્રકારના શુભ કાર્યોમાં અડચણ લાવે છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.