જાણો એવા મંદિર વિષે, જે 2000 વર્ષ જૂની પ્રેમ કહાનીની સુગંધ આજે પણ કામાખ્યા નગરીમાં પ્રસરાવી રહ્યું છે. રાજનાદ ગામથી 35 અને રાજધાની રાયપુરટી લગભગ 105 કી.મી. દુર ડોંગરેગઢ જીલ્લામાં પહાડો ઉપર આવેલું માં બબ્લેશ્વરીનું પ્રાચીન ભવ્ય મંદિર આજે દુનિયાભરના લોકો વચ્ચે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે. માન્યતા મુજબ આ મંદિર આજથી લગભગ બે હજાર વર્ષ જુનું બતાવવામાં આવે છે, જેના નિર્માણ પાછળ માધવનલ અને કામકંદલાની ઘણી જ સુંદર પ્રેમ કહાની સાંભળવા મળે છે. આ 2000 વર્ષ જૂની પ્રેમ કહાનીથી આ મંદિર આજ સુધી કામખ્યા નગરીમાં ખ્યાતી મેળવી રહ્યું છે.
કામકંદલા અને માધવાનલની પ્રચલિત પ્રેમ કથા : ડોંગરગઢ જીલ્લાનો ઈતિહાસ પણ પોતાની રીતે ઘણો રસપ્રદ છે. તેની પાછળની પૌરાણીક લોકપ્રિય કહાની કામકંદલા અને માધવાનલની પ્રેમ કથા આજે પણ લોકોના દિલોમાં જીવિત છે. આ પૌરાણીક કહાની મુજબ આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વ કામાખ્યા નગરીમાં રાજા વીરસેનનું શાસન હતું. તેમને કોઈ સંતાન ન હતું જેને લઈને તેમણે સંતાનની કામના માટે ભગવતી દુર્ગા અને ભગવાન શિવજીની કઠોર ઉપાસના કરી. તે ઉપાસનાના ફળસ્વરૂપ જ તેને લગભગ એક વર્ષની અંદર જ ઘણો સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ.
રાજા વીરસેને આ પુત્રનું નામ મદનસેન રાખ્યું. માનવામાં આવે છે કે માં ભગવતી અને ભગવાન શિવના આશીર્વાદથી પ્રાપ્ત સંતાનના જન્મ પછી ભગવાન પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરવા માટે રાજા વીરસેને જ માં બબ્લેશ્વરીનું આ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પાછળથી મદનસેનના પુત્ર કામસેને મોટા થઇને પિતાની રાજગાદી સાંભળી. કહેવામાં આવે છે કે રાજા કામસેન ઉજ્જેનના રાજા વિક્રમાદિત્યના સમકાલીન હતા. તે દિવસોમાં કામાખ્યા નગરી કળા, નૃત્ય અને સંગીત માટે દુર દુર સુધી પ્રસિદ્ધ હતી અને તેની સાથે વિખ્યાત હતું કામકંદલા નામની એક સુંદર રાજ નર્તકીનું નામ.
કળાથી વિખ્યાત હતું આ સ્થાન : લોકોના કહેવા મુજબ પૌરાણીક કાળમાં આ સ્થાનનું નામ કામાવતી નગરથી વિખ્યાત હતું. જેમાં મધવાનલ જેવા ઘણા ગુણી સંગીતકાર હતા. એક વખત કળાનું પ્રદર્શન કરતી વખતે નર્તકી કામકંદલા અને સંગીતકાર માધવાનલની કળાથી રાજા એટલા પ્રસન્ન થઇ ગયા કે તેમણે તરત માધવાનલે તેના ગળાનો હાર ઉતારીને આપી દીધો. ત્યાર પછી માધવાનલે તે કળાનો પૂરો શ્રેય કામકંદલાને આપતા રાજા દ્વારા ભેંટ કરવામાં આવેલા હારને તેને પહેરાવી દીધો.
સંગીતકર મધવાનલ દ્વારા કરવામાં આવેલા આ કાર્યથી રાજાએ પોતાને અપમાનિત અનુભવ્યા અને તે ઘણા ગુસ્સે થયા. ગુસ્સામાં આવીને તેમણે તેને માધવાનલને તેના રાજ્ય માંથી બહાર કાઢી મુકવાનો આદેશ સંભળાવી દીધો. તેમ છતાં પણ તેના કામકંદલા અને માધવાનલ રાજદરબારીઓની નજરોથી છુપાઈને મળતા રહ્યા.
જયારે માધવાનલ માંગી ઉજ્જેન રાજા વિક્રમાદીત્યની મદદ : એક વખત માધવાનલ આ સમસ્યાનો ઉકેલ કરવા માટે ઉજ્જેનના રાજા વિક્રમાદિત્યના શરણમાં પહોચ્યા, જે દરમિયાન તેણે તેની કલાથી રાજાનું દિલ જીતીને તેને પુરસ્કાર સ્વરૂપ કામકંદલાને રાજા કામસેનથી મુકર કરાવવાની વાત કરી. તે દરમિયાન રાજા વિક્રમાદિત્યએ બંનેના પ્રેમની પરીક્ષા લેવા માગી, જેમાં તે બંને પાર ઉતરીને કામકંદલાની મુક્તિ માટે પહેલા રાજા કામસેન પાસે સંદેશ મોકલાવ્યો અને જયારે રાજાએ એમ કરવાની ના કહી દીધી, તો બંને વચ્ચે જોરદાર યુદ્ધ થઇ ગયું.
યુદ્ધમાં જ્યાં એક રાજા મહાકાળના ભક્ત હતા, તો બીજા વિમલા માતાના ભક્ત નીકળ્યા. યુદ્ધ પહેલા બંને રાજાને પોત પોતાના ઇષ્ટદેવને સ્થાપિત કર્યા, જેનાથી મહાકાલ અને ભગવતી વિમલા માં પોત પોતાના ભક્તોની મદદ કરવા યુદ્ધભૂમિ પહોચી ગયા. યુદ્ધના દુષ્પરીણામોનો અનુમાન કરીને મહાકાલે વિમલા માતાને રાજા કામસેનને ક્ષમા કરવાની પ્રાર્થના કરવવાની પ્રાર્થના કરી, ત્યાર પછી ભગવાને કામકંદલા અને માધવાનલને ભેગા કર્યા અને સ્વર્ગ પાછા આવી ગયા.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.