2022 ધનુ રાશિવાળા માટે રહેશે મુશ્કેલીઓ ભરેલું, દરેક કામમાં કરવો પડશે અડચણનો સામનો, વાંચો રાશિફળ.

0
1318

વાર્ષિક શનિ રાશિફળ ધનુ રાશિ : આ વર્ષે મહેનત કરવા છતાં પણ મનગમતી સફળતા નહિ મળી શકે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમાં જે રાશિમાં જે ડીગ્રી ઉપર બેઠા છે. તેમાં 45 ડીગ્રી પહેલા જયારે ભ્રમણમાં શનિ આવે છે, તો સાડાસાતી શરુ થઇ જાય છે. આ 45 ડીગ્રીના વિસ્તારમાં આવવાથી શરુ થાય છે અને ચંદ્રમાં આગળ નીકળીને 45 ડીગ્રી દુર જતા રહે, ત્યાં સુધી ચાલે છે.

શનિની સાડાસાતીનો સમય કુલ સાડાસાત વર્ષનો હોય છે, તે કારણે તેને સાડાસાતી કહે છે. આ રાશિ ત્રીસ ડીગ્રીની હોય છે. શનિનું એક રાશિમાં ભ્રમણ અઢી વર્ષનું હોય છે. ચંદ્રમાંની બંને તરફ દોઢ દોઢ રાશિ એટલે 45 ડીગ્રી સુધીનું ભ્રમણ એ સ્થિતિ ઉભી કરે છે. એટલે અઢી અઢી વર્ષના ત્રણ ભાગ કરી શકાય છે. આગળ જાણો વર્ષ 2022 માં શનિ ગ્રહ ધનું રાશિમાં કેવી અસર કરશે.

ધનું રાશિ : વર્ષ 2022 માં ધનું રાશિ ઉપર શનિની સાડાસાતીની અસર રહેશે, બીજા અને ત્રીજા સ્થાન ઉપર શનિ ગતિશીલ રહેશે. તેના કારણે સુધરતા કામ બગડી શકે છે. દરેક કામમાં અડચણનો સામનો કરવો પડશે. સખત મહેનત પછી પણ મનપસંદ સફળતા નથી મળી શકતી. ઘણી વખત અવસાદની સ્થિતિ પણ તમારી સાથે બની શકે છે. ભાઈઓ સાથે કોઈ વાત ઉપર ઝગડો થઇ શકે છે, પણ કુટુંબ વાળાની સમજાવટથી બધું ઠીક થઇ જશે.

આ વર્ષે તમારે દરેક કામ સમજણ પૂર્વક લેવા પડશે, નહિ તો કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમારે તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે. વિરોધી તમને નુકશાન પહોચાડવાનો પ્રયત્ન કરશે. સંતાનની કોઈ હરકત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. નોકરીમાં પણ કામનું દબાણ જળવાઈ રહેશે. સીનીયર અધિકારીઓ સાથે કોઈ વાત ઉપર માથાકૂટ થઇ શકે છે. પૈસા ખર્ચ કરતી વખતે સારી રીતે ધ્યાન રાખો.

ઉપાય

(1) શનિદેવને પ્રસન્ન કરવા માટે રોજ સવાર સાંજ પીપળા ઉપર જળ ચડાવવું જોઈએ અને શનિ મંત્રો સાથે જાપ કરવા જોઈએ.

(2) શમી, કિકર, આંબો અને ખજુરના વૃક્ષ શનિ ગ્રહના કારક છે. તે ઉપરાંત કાંટાવાળા છોડ અને બીચ્છોલના થડ ઉપર પણ શનિનો અધિકાર હોય છે. આ ઝાડ-છોડ ઉપર જળ ચડાવવું જોઈએ.

(3) શમીનો છોડ ઘરના મેઈન ગેટ ઉપર બંને તરફ લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટીવ એનર્જીનો પ્રવેશ થતો નથી.