વર્ષ 2022 માં આ તારીખથી કુંભ રાશિવાળા પર શરૂ થશે શનિની સાડાસાતીનો બીજો તબક્કો, આવી અસર કરશે.

0
1898

કુંભ રાશિ ઉપર શરુ થવા જઈ રહ્યો છે શનિની સાડાસાતીનો બીજો તબક્કો, જાણો તેની અસર.

વૈદિક જ્યોતિષમાં ગ્રહના રાશિ પરિવર્તનનું વધુ મહત્વ છે. ગ્રહ રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓ ઉપર અસર પડે છે. શનિદેવ આ વર્ષે એપ્રિલમાં રાશિ પરિવર્તન કરશે. શનિ 29 એપ્રિલના રોજ તેમની સ્વરાશિ કુંભમાં ભ્રમણ કરશે. શનિ ભ્રમણની સૌથી વધુ અસર કુંભ રાશિ વાળા ઉપર જ પડશે. તે ઉપરાંત મકર, મીન, કર્ક અને વૃશ્ચિક રાશિઓ પણ પ્રભાવિત થશે. જાણો શનિ રાશિ પરિવર્તનની અસર.

કુંભ રાશિ વાળા ઉપર શનિ સાડાસાતીનો બીજો તબક્કો : શનિના કુંભ રાશિમાં ભ્રમણ કરતા જ કુંભ રાશિ વાળા ઉપર શનિની સાડાસાતીનો બીજો તબક્કો શરુ થઇ જશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડાસાતીના બીજા તબક્કાને સૌથી વધુ પીડાદાયક માનવામાં આવે છે. તે સમય દરમિયાન વ્યક્તિએ આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટનો સામનો કરવો પડે છે.

વારંવાર ધન હાનીના યોગ : શનિ સાડાસાતીના બીજા તબક્કામાં વારવાર ધન હાનીના યોગ ઉભા થાય છે. આ સમય દરમિયાન કોઈ નજીકના વ્યક્તિ દ્વારા દગો મળવાની સંભાવના ઉભી થશે. દુર્ઘટનામાં ઇજા થવાની સંભાવના રહે છે. નોકરી અને વેપારમાં મહેનત કરવી પડશે. એકંદરે શનિ સાડાસાતીનો બીજો તબક્કો પીડાદાયક સાબિત થાય છે. આમ તો કુંડળીમાં શનિની સ્થિતિ સારી હોવાથી પીડા થોડી ઓછી થઇ શકે છે.

આ રાશિઓ પણ થશે પ્રભાવિત : શનિ ભ્રમણથી મકર રાશિ વાળા ઉપર શનિની સાડાસાતીનો બીજો તબક્કો શરુ થશે. જ્યારે મીન રાશિ વાળા ઉપર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો શરુ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિ ઉપર શનિનો અઢી વર્ષનો પ્રકોપ (ઢૈય્યા) શરુ થશે.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ ઉપર અમે એ દાવો નથી કરતા કે તે સપૂર્ણ સત્ય અને સચોટ છે. તે અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.