આ છે 2022 માં લગ્ન કરવા માટેના સૌથી શુભ મુહૂર્ત, જાણો લગ્ન માટે કયા દિવસ ઉત્તમ છે.

0
3331

લગ્ન મુહૂર્ત 2022, જાણો આવનારા વર્ષમાં કેટલા દિવસ લગ્ન માટે છે શુભ.

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ 16 મી ડિસેમ્બર 2021 થી ધર્નુમાસને કારણે ફરી એકવાર લગ્નો પર બ્રેક લાગી જશે. આ પછી, વર્ષ 2022 માં જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી ફરીથી લગ્નની શરણાઈઓ વાગવા લાગશે. જો તમે પણ લગ્ન કરવા જઈ રહ્યા છો, તો જાણો વર્ષ 2022 ના તમામ 12 મહિનામાં લગ્ન માટે કેટલા શુભ દિવસ છે. આ સિવાય કેટલાક એવા શુભ દિવસો હશે જે દરમિયાન લગ્ન મુહૂર્ત વગર કરી શકાય છે જેમ કે અખાત્રીજ. અખાત્રીજનો દિવસ લગ્ન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે 3 મે 2022 ના રોજ આવશે.

વર્ષ 2022 માટે લગ્ન મુહૂર્ત : વર્ષ 2022 માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી લગ્ન માટે મુહૂર્ત હશે. આ દરમિયાન ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના એવા રહેશે જેમાં ચાતુર્માસના કારણે લગ્ન મુહૂર્ત નહીં હોય.

જાન્યુઆરી 2022 : 22, 23, 24 અને 25 જાન્યુઆરી 2022 ના રોજ લગ્ન કરવા શુભ રહેશે.

ફેબ્રુઆરી 2022 : 5, 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22 ફેબ્રુઆરી 2022 ના રોજ લગ્ન કરવા શુભ રહેશે.

માર્ચ 2022 : માર્ચ 2022 માં લગ્ન માટે માત્ર 2 જ શુભ મુહૂર્ત છે. આ મહિનાની 4 અને 9 તારીખે લગ્ન કરવા શુભ રહેશે.

એપ્રિલ 2022 : 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24 અને 27 મી એપ્રિલ 2022 ના રોજ લગ્ન કરવા શુભ રહેશે.

મે 2022 : મે 2022 માં 2, 3 (અખાત્રીજ), 9, 10, 11, 12, 15, 17, 18, 19, 20, 21, 26, 31 તારીખે લગ્ન કરવા શુભ રહેશે.

જૂન 2022 : જૂન 2022 માં લગ્ન કરવાનો શુભ મુહૂર્ત 1, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 17, 23 અને 24 તારીખે રહેશે.

જુલાઈ 2022 : જુલાઈ મહિનામાં લગ્ન કરવાના શુભ મુહૂર્ત 4, 6, 7, 8 અને 9 તારીખે રહેશે.

નવેમ્બર 2022 : નવેમ્બર 2022 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત 25, 26, 28 અને 29 તારીખે છે.

ડિસેમ્બર 2022 : ડિસેમ્બર 2022 માં લગ્ન કરવા માટે 1, 2, 4, 7, 8, 9 અને 14 તારીખે શુભ મુહૂર્ત રહેશે.

લગ્ન માટે શુભ દિવસ અને તિથિઓ : ધર્મ અને જ્યોતિષમાં જેમ માંગલિક કર્યો માટે શુભ મુહૂર્ત અને શુભ યોગ જણાવવામાં આવ્યા છે. તેવી જ રીતે લગ્ન માટે પણ શુભ દિવસો અને શુભ તિથિઓ જણાવવામાં આવી છે. આ દિવસો અને તિથિઓમાં લગ્ન કરવા ખૂબ જ શુભ હોય છે. જેના કારણે લગ્નજીવન ખુશાલ રહે છે. પતિ-પત્નીના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્ન માટે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે. જ્યારે મંગળવાર લગ્ન માટે અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે બીજ તિથિ, ત્રીજ તિથિ, પાંચમ તિથિ, સાતમ તિથિ, એકાદશી તિથિ અને તેરસ તિથિ લગ્ન માટે ખૂબ જ શુભ છે. વળી, અભિજીત મુહૂર્ત લગ્ન માટે સૌથી શુભ છે. આ સિવાય સાંજના સમયે લગ્ન કરવા શ્રેષ્ઠ હોય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.