2022 માં કેટલા ચંદ્રગ્રહણ થશે અને ભારતમાં તે દેખાશે કે નહિ, જાણો તેની સાથે જોડાયેલી દરેક ખાસ વાતો.

0
648

જાણો ચંદ્રગ્રહણ સાથે સંકળાયેલ ધાર્મિક પાસું, તેની તારીખ અને ચંદ્રગ્રહણ સમયે શું કરવું અને શું નહીં.

ચંદ્રગ્રહણ એક ખગોળશાસ્ત્રીય ઘટના છે, પરંતુ ભારતમાં તેને ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણની અસર દેશ અને દુનિયા તેમજ દરેક રાશિના વ્યક્તિ પર શુભ અથવા અશુભ સ્વરૂપમાં જોવા મળી શકે છે.

ખગોળશાસ્ત્ર અનુસાર, જ્યારે પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના કારણે ચંદ્ર થોડા સમય માટે દેખાતો નથી. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. વર્ષ 2022 ની વાત કરીએ તો આ વર્ષે 2 ચંદ્રગ્રહણ થશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 16 મે ના રોજ રોજ થશે અને બીજું 8 નવેમ્બરના રોજ થશે. 16 મે ના રોજ થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જ્યારે 8 નવેમ્બરે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. જાણો વર્ષ 2022 માં થનારા ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી ખાસ બાબતો વિશે.

પહેલું ચંદ્રગ્રહણ ક્યારે થશે? વર્ષ 2022 નું પહેલું ચંદ્રગ્રહણ સોમવાર, 16 મે ના રોજ થશે. આ દિવસે વૈશાખ પૂર્ણિમા હશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેના સુતક વગેરે નિયમો અહીં માન્ય રહેશે નહીં. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 16 મે ની સવારે 07:58 વાગ્યે શરૂ થશે અને 11:58 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણની અસર દક્ષિણ/પશ્ચિમ યુરોપ, દક્ષિણ/પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, એન્ટાર્કટિકા, હિંદ મહાસાગરમાં જોવા મળશે.

બીજું ચંદ્રગ્રહણ ક્યારે થશે? વર્ષ 2022 નું બીજું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર મંગળવારના રોજ થશે. આ દિવસે કારતક પૂર્ણિમા હશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 02:41 થી શરૂ થશે અને સાંજે 06:20 સુધી રહેશે. આ ગ્રહણનું સૂતક 9 કલાક પહેલાથી શરૂ થશે. ભારત ઉપરાંત આ ગ્રહણ દક્ષિણ/પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે.

શું તમે જાણો છો કે ચંદ્રગ્રહણ કેટલા પ્રકારના હોય છે?

ઉપછાયા ચંદ્રગ્રહણ : આ ચંદ્રગ્રહણમાં ચંદ્રના આકાર પર કોઈ અસર થતી નથી. આમાં ચંદ્રનો પ્રકાશ થોડો ઓછો થાય છે, જેમાં ગ્રહણને ઓળખવું સરળ નથી હોતું.

આંશિક ચંદ્રગ્રહણ : આ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સંપૂર્ણપણે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવતી નથી અને માત્ર તેનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ગ્રહણ લાંબા સમય સુધી દેખાતું નથી, પરંતુ આમાં સૂતકના તમામ નિયમોનું પાલન કરવું પડે છે.

પૂર્ણ ચંદ્રગ્રહણ : આ ચંદ્રગ્રહણમાં પૃથ્વી સંપૂર્ણપણે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે. આ ગ્રહણમાં ચંદ્રનો રંગ પણ લાલ થઈ જાય છે અને તેના પર ડાઘ પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૂર્ણ ચંદ્રગ્રહણ સૌથી અસરકારક માનવામાં આવે છે.

ચંદ્રગ્રહણ સાથે સંકળાયેલ ધાર્મિક પાસું શું છે? તમે શું જાણો છો?

ધાર્મિક ગ્રંથો અનુસાર સમુદ્ર મંથન કર્યા પછી અંતે ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે બહાર આવ્યા. અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનો અવતાર લીધો અને બંને પક્ષોને અમૃત આપવા લાગ્યા. હકીકતમાં તો તે દેવતાઓને જ અમૃત આપી રહ્યા હતા. આ વાતની જાણ સ્વરભાનુ નામના રાક્ષસને થઈ અને તે પોતાનું સ્વરૂપ બદલીને દેવતાઓ સાથે બેસી ગયો.

મોહિની સ્વરૂપે વિષ્ણુએ તેને અમૃત પીવડાવ્યું કે તરત જ સૂર્ય અને ચંદ્ર તેને ઓળખી ગયા અને બધાને તેનું સત્ય જણાવી દીધું. ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી તેનું મા-થું-કા-પી નાખ્યું, પરંતુ તે રાક્ષસ મ-ર્યો-ન-હીં કારણ કે તેણે અમૃત પીધું હતું. એ જ રાક્ષસનું માથું રાહુ અને ધડ કેતુ કહેવાયા. એવું માનવામાં આવે છે કે રાહુ-કેતુ સમયાંતરે સૂર્ય અને ચંદ્રને પકડે છે, જેના કારણે સૂર્ય અને ચંદ્રગ્રહણ થાય છે.

જાણો ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

1) ચંદ્રગ્રહણ દરમિયાન ખાવાની વસ્તુઓમાં તુલસીના પાન નાખી દો. તેનાથી તે વસ્તુઓ ખાવા યોગ્ય રહેશે.

2) ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા કરવાનું ટાળવું જોઈએ. જો તમે ઈચ્છો તો મંત્રનો જાપ કરી શકો છો.

3) ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ ઘરની બહાર ન જવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે.

4) ગ્રહણના સમયગાળામાં પતિ-પત્નીએ શા-રી-રિ-ક સંબંધ બાંધવાથી બચવું જોઈએ.

5) ચંદ્રગ્રહણ પછી ઘરની સફાઈ કરવી જોઈએ અને દાન કરવું જોઈએ.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.