400 વર્ષ જૂનું છે આ ચમત્કારી હનુમાન મંદિર, ‘નંદા દીપક’ પ્રગટાવવાથી પુરી થશે મનોકામના.

0
312

ખુબ ચમત્કારી છે રામ ભક્ત હનુમાનનું આ મંદિર, જાણો આ 400 વર્ષ જુના ચમત્કારી મંદિર વિષે. આજે અમે તમને એક એવા સ્થળ ઉપર લઇ જઈશું, જ્યાં બજરંગબલી સાથે સાથે ભગવાન શિવ અને ભગવાન શની બિરાજમાન છે. સંકટમોચન હનુમાનનું આ મંદિર હૈદરાબાદના કારવામાં આવેલું છે અને આ મંદિરના હનુમાનજીને તેના પિતા કેસરી મહારાજના નામ ઉપર કેસરી હનુમાન કહેવામાં આવે છે.

રામદૂત હનુમાન તેના ભક્તોના તમામ દુઃખ હરી લે છે. તેના દર્શન માત્રથી ભક્તોની તમામ તકલીફો દુર થઇ જાય છે. તે કારણ છે કે દરેક ગામ શહેરમાં હનુમાનજીનું મંદિર જોવા મળે છે. આવો આજે તમને લઇ જઈએ પવનસુત રામદૂત હનમાનના એવા જ એક મંદિરમાં, જેની સ્થાપનાની કથા પણ એટલી જ અદ્દભુત છે, જેટલી અદ્દભુત છે ત્યાના સ્થાપિત ભગવાન હનુમાન. આ પરમ પવિત્ર મંદિર છે કેસરી હનુમાન મંદિર, જે હૈદરાબાદમાં આવેલુ છે.

4૦૦ વર્ષ પહેલા થઇ હતી આ મંદિરની સ્થાપના : આ મંદિરનો સીધો સંબંધ પરમ પ્રતાપી વીર રાજા છત્રપતિ શિવાજી અને તેના સ્વામી સમર્થ ગુરુ રામદાસ સાથે છે. સમર્થ ગુરુ રામદાસે વર્ષ 1647માં મુછકુંદા એટલે કે વર્તમાન મુસી નદીના કાંઠે આ મંદિરની સ્થાપના કરી હતી. મંદિરના પુજારી મહંત વિનય દેશપાંડેએ જણાવ્યું કે આ મંદિરની સ્થાપના 4૦૦ વર્ષ પહેલા થઇ હતી. મુગલ બાદશાહ ઓરંગઝેબના સમયમાં સમર્થ ગુરુ રામદાસે દેશમાં ફરી ફરીને હનુમાન મંદિરની સ્થાપના કરી હતી.

સ્થાપિત કરવામાં આવેલા 87 હજાર હનુમાનજી : તે સમયે દેશમાં ઓરંગઝેબનું શાસન હતું અને તે અનેક રીતે હિંદુ ધર્મના અનુયાયીઓને હેરાન કરી રહ્યો હતો. તે સમયે છત્રપતિ શિવાજી મહારાજ સતત ઓરંગઝેબ સાથે યુદ્ધ કરી રહ્યા હતા. અને તેના સ્વામી સમર્થ ગુરુ રામદાસ દેશ આખામાં ફરી ફરી ને હનુમાન મંદિરોની સ્થાપના કરી રહ્યા હતા. મહંતે જણાવ્યું કે તેમણે પદયાત્રા કરીને ભારતભરમાં 87 હજાર હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરી હતી. સ્વામી સમર્થે મુચકુંદા નદીમાં સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી.

પિતા કેસરી મહારાજના નામ ઉપર ‘કેસરી હનુમાન’ : સૌથી વિશેષ વાત એ છે કે આ મંદિરના હનુમાનજીને તેના પિતા કેસરી મહારાજના નામ ઉપર ‘કેસરી હનુમાન’ કહીને ઓળખવામાં આવે છે. મંદિરને લઈને બીજી માન્યતા એ છે કે અહિયાં સંકટમોચન હનુમાનને કેસર ચડાવવાનું વિશેષ મહત્વ છે. એટલા માટે તેને કેસરી હનુમાનજી કહેવામાં આવે છે. આ મંદિરની દિવ્ય વિશેષતા છે કે અહિયાં ભગવાનને ઘી માં કેસર ભેળવીને ચોલા ચડાવવામાં આવે છે. સાથે જ ભોગ-પ્રસાદ માટે પણ માત્ર ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે.

‘નંદા દીપક; પ્રગટાવવાનું વિશેષ મહત્વ : મહંત વિનય દેશપાંડેએ જણાવ્યું કે આ મંદિરમાં ઘી ના દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. ઘી ના પ્રગટાઆવેલા દીવાને ‘નંદા દીપક’ કહેવામાં આવે છે અને શ્રદ્ધાળુઓની માન્યતા છે કે આ દિવો ક્યારેય ઓળવાનો નથી. તેની સાથે જ કેસરી હનુમાનના આ મંદિરમાં નારીયેલ ચડાવવાનું પણ ઘણું મહત્વ છે.

મુખ્ય મૂર્તિ તલઘરમાં સ્થાપિત : આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે તમારે નીચે ઉતરવું પડે છે કેમ કે હનુમાનજીની મુખ્ય મૂર્તિ તલઘરમાં સ્થાપિત છે. મંદિરમાં સજ્જનગઢ સમર્થ રામદાસ પીઠ મુજબ બધા ઉત્સવ મનાવવામાં આવે છે. દર્શન માટે આવેલા ભક્ત આનંદ કુમારે જણાવ્યું કે અહિયાં ગૌ સેવાનું વિશેષ મહત્વ છે અને તે કારણે જ મંદિરમાં એક સુંદર ગૌશાળા પણ છે. અહિયાં શ્રદ્ધાળુ ગાયને ચારો ખવરાવે છે અને એવું માનવામાં આવે છે કે જીવનમાં કેટલા પણ દુઃખ હોય, જો નિયમિત રીતે ગૌશાળામાં ગૌ સેવા કરવામાં આવે અને હનુમાનજીના દર્શન કરવામાં આવે તો બધા દુઃખ દુર થાય છે.

મંગળવાર અને શનિવારે વિશેષ પૂજા : આનંદે કહ્યું કે મંદિરમાં દર મંગળવાર અને શનિવારે વિશેષ પૂજાનું આયોજન થાય છે, તે ઉપરાંત અહિયાં રામ નવમી અને હનુમાન જયંતી સાથે નવરાત્રી ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. ભગવાન હનુમાન સાથે અહીયાના મંદિરમાં શિવ કુટુંબની પણ મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરમાં એક સ્વયંભુ શની દેવતાનું પણ મંદિર છે. એવી માન્યતા છે કે તેમણે મંદિરના એક પુજારીને સપનામાં દર્શન આપ્યા હતાં, ત્યાર પછી પુજારીજીએ તેને બહાર કાઢ્યા.

આ મંદિર સાથે એ પણ માન્યતા છે કે સીતાજીએ હનુમાનજીને અજર અને અમર થવાનું વરદાન આપ્યું છે. તેથી હનુમાનજી કલયુગના સાક્ષાત દેવતા છે. તેથી શ્રદ્ધાળુ જયારે પણ સાચા મનથી ભગવાન હનુમાનને યાદ કરે છે, તે તેમના ભક્તો ઉપર કૃપા જરૂર વરસાવે છે. હનુમાનજી ભક્તોના તમામ દુઃખ હરી લે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.