અખાત્રીજ 2023 : આ વર્ષે અખાત્રીજ પર બની રહ્યા છે 6 શુભ યોગ, ધન પ્રાપ્તિ માટે જરૂર કરો આ કામ.

0
658

અખાત્રીજ પર આ કામ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, જાણો અખાત્રીજ 2023 ના શુભ મુહૂર્ત.

અખાત્રીજ જેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે તે દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજ 22 એપ્રિલ 2023, શનિવારે ઉજવવામાં આવશે. અખાત્રીજનો તહેવાર શુભ કાર્ય અને કોઈપણ વસ્તુની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે. આ દિવસે ખરીદીની સાથે સાથે દાન કર્મ કરવાનું પણ ખૂબ જ મહત્વ હોય છે.

દિવાળીની જેમ અખાત્રીજ પર પણ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની અખાત્રીજ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે 6 શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગોમાં કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ અખાત્રીજ પર બનવા જઈ રહેલા શુભ યોગો વિશે.

અખાત્રીજ 2023 ના શુભ મુહૂર્ત :

પંચાંગ અનુસાર આ વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ 22 એપ્રિલના રોજ સવારે 07:49 કલાકથી શરૂ થઈ રહી છે. આ તિથિ 23 એપ્રિલે સવારે 07:47 સુધી રહેશે.

આ 6 શુભ સંયોગો બની રહ્યા છે.

ત્રિપુષ્કર યોગ – સવારે 05:49 થી સવારે 07:49 સુધી.

આયુષ્માન યોગ – આ દિવસે સવારે 09:26 સુધી.

સૌભાગ્ય યોગ – સવારે 09:36 થી આખી રાત સુધી.

રવિ યોગ – રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થઈને 23 એપ્રિલ સવારે 05:48 વાગ્યા સુધી.

સર્વાર્થ સિદ્ધિ યોગ – રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થઈને 23 મી એપ્રિલે સવારે 05:48 સુધી.

અમૃત સિદ્ધિ યોગ – રાત્રે 11:24 થી બીજા દિવસે સવારે 05:48 સુધી.

અખાત્રીજ પર કરો આ કામ :

અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. લક્ષ્મી માતા સાથે વિષ્ણુજીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

અખાત્રીજનો દિવસ લગ્ન વગેરે માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્ત જોયા વગર કોઈપણ સમયે પોતાની અનુકૂળતા મુજબ લગ્ન કરી શકાય છે.

અખાત્રીજ પર સોનું અથવા અન્ય ઘરેણાં ખરીદવા શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે સોનું વગેરે ખરીદવાથી તેમાં અનેકગણો વધારો થાય છે. આ સિવાય જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે તમારા માટે લકી સાબિત થઈ શકે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.