6 માર્ચ સુધીમાં આ રાશી વાળાની થઇ શકે છે પ્રગતિ, બુધદેવની તેમના પર રહેશે અસીમ કૃપા.

0
1460

આ બે અઠવાડિયામાં આ રાશીવાળાની આવકમાં વધારો થવાની છે આશા, વેપારીઓને જોરદાર નફો થશે.

કોઈ પણ ગ્રહના રાશી પરિવર્તનની સીધી અસર તમામ 12 રાશીઓ ઉપર પડે છે. કેટલીક રાશી વાળા માટે આ ગ્રહ ભ્રમણ લાભદાયક અને કેટલીક રાશી વાળા માટે મુશ્કેલી ભરેલું હોય છે. બુદ્ધી અને વેપારના કારક બુધ ગ્રહ 29 ડીસેમ્બર 2021 ના રોજ રાશી પરિવર્તન કરી ચુક્યા છે.

વર્તમાનમાં બુધ મકર રાશીમાં ગોચર કરી રહ્યા છે. બુધ કોઈ પણ રાશીમાં સામાન્ય રીતે 21 દિવસ ગોચર કરે છે. પણ આ વખતે તે 68 દિવસ સુધી ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહની આ ઘટનાને વિશેષ સંયોગ માનવામાં આવી રહ્યો છે. બુધ મકર રાશીમાં 6 માર્ચ સુધી બિરાજમાન રહેશે.

મેષ – બુધ તમારી રાશીના ત્રીજા અને છઠ્ઠા ગૃહના સ્વામી થઈને દશમાં ગૃહમાં ગોચર કરી રહ્યા છે. દશમો ગૃહ કર્મનો ગૃહ છે. એટલા માટે તમને તે દરમિયાન મહેનતનું પૂરું ફળ મળશે. માન સન્માનમાં વધારો થશે. વેપાર કરવા વાળા લોકો માટે આ ભ્રમણ લાભદાયક સાબિત થશે. બુધ દેવની કૃપાથી નોકરીની શોધ કરી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રગતિ મળવાની સંભાવના છે.

વૃષભ – આ સમય દરમિયાન તમારી કારકિર્દીને મજબુતી મળશે. નોકરીમાં પ્રગતિના યોગ ઉભા થશે. આવકમાં વધારો થવાની આશા છે. વેપારીઓને જોરદાર નફો થશે. શેર કે સટ્ટા બજારમાં ધન રોકાણ માટે આ સમય ઉત્તમ છે. વૃષભ રાશીના સ્વામી ગ્રહ શુક્ર દેવ છે. શુક્ર અને બુધ વચ્ચે મિત્રતાના ભાવ છે. એટલા માટે આ ભ્રમણ તમારા માટે લાભદાયક રહેશે.

મિથુન – બુધનું ભ્રમણ તમારા માટે લાભદાયક સાબિત થશે. તમારી આર્થીક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. કાર્યસ્થળ ઉપર તમારી પ્રશંસા થશે. આવકની તકો વધશે. વેપારમાં ગતિ મળવાની આશા છે. નોકરી ધંધા કરવા વાળા લોકોને કારકિર્દીમાં નવી તકો મળી શકે છે.

(નોંધ – આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ઉપર અમે એ દાવો નથી કરતા કે તે સંપૂર્ણ સત્ય અને સચોટ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.)

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.