અર્જુનના ગાંડીવ ધનુષ્યની ખાસ વાતો જાણીને તમે ચકિત થઇ જશો.

0
1260

ગાંડીવ ધનુષ્યના કારણે અર્જુનને મહાન ધનુર્ધર માનતા લોકો વાંચો તેની સાથે જોડાયેલ આ વાતો.

મહાભારતના મહાયુદ્ધમાં અર્જુને ગાંડીવ ધનુષ્યની મદદથી કૌરવોની વિશાળ સેનાને પરાજિત કરીને વિજય મેળવ્યો હતો. આ ધનુષ્યનાં કારણે જ તે સમયે બધા અર્જુનને મહાન ધનુર્ધર માનતા હતા. ગાંડીવ કોઈ પણ શસ્ત્રથી નષ્ટ થઇ શકતું નહોતું.

ગાંડીવ ધનુષ્ય એકલું જ લાખો ધનુષ્યમાં એક હતું. આ ધનુષ્યને અક્ષય તરકસ (તીરોનો ભાથો) થી શક્તિ મળતી હતી, આ તરકસમાં રહેલ તિર ક્યારેય પુરા થતા નહોતા. આવો જાણીએ કે આ ધનુષ્યમાં એવી કઈ ખાસિયત હતી જેના અવાજથી જ શત્રુ ભયભીત થઇ જતા હતા.

અલગ અલગ માન્યતાઓ અનુસાર આ ધનુષ્ય વિષે અલગ અલગ વાતો જણાવવામાં આવેલ છે, તેમાંથી એક છે કે ભગવાન રામને આ ધનુષ્ય ભગવાન શિવના અંશાવતાર પરશુરામજી પાસેથી તે સમયે પ્રાપ્ત થયું હતું, જયારે સીતાના સ્વયંવરમાં ભગવાન રામે શિવજીનું ધનુષ્ય તોડ્યું હતું. ત્યારે પરશુરામજી પણ ત્યાં હાજર હતા. હવે જાણી લઈએ કે પરશુરામ પાસે આ દિવ્ય ધનુષ્ય ક્યાંથી આવ્યું હતું.

વિષ્ણુધર્મોત્તર પુરાણના પ્રથમ ખંડમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પરશુરામને આ દિવ્ય ધનુષ્ય ભગવાન શિવે પાતાળમાં રહેતા રાક્ષસોનો અંત કરવા માટે આપ્યું હતું. આ દિવ્ય ધનુષ્યનું નિર્માણ બ્રહ્માજીએ કર્યું હતું.

ભગવાન શિવને આ ધનુષ્ય તે સમયે ભગવાન વિષ્ણુ પાસેથી મળ્યું હતું, જયારે ભગવાન વિષ્ણુ અને શિવજી વચ્ચે યુદ્ધ થયું હતું અને બંનેમાંથી કોઈ હાર્યું ન હતું. યુદ્ધ પછી ભગવાન વિષ્ણુએ પોતાનું ધનુષ્ય શિવજીને, અને શિવજીએ પોતાની પાસે રહેલું ધનુષ્ય ભગવાન વિષ્ણુને આપી દીધું. તેમણે પોતના ધનુષ્યનું અદલા બદલી કરી હતી. પછી તે પરશુરામને મળતું. અને તેમણે આ ધનુષ્ય શ્રીરામને આપ્યું.

આ ધનુષ્ય અર્જુન પાસે કેવી રીતે આવ્યું તેનો એક કથામાં ઉલ્લેખ છે. તે અનુસાર આ ધનુષ્ય વરુણ દેવ પાસે હતું, જે તેમણે પછીથી અગ્નિ દેવને આપ્યું અને અગ્નિદેવ પાસેથી અર્જુનને આ ધનુષ્ય મળ્યું હતું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.