પતિ બોલ્યો – તું મને સંતાન સુખ નથી આપી શકી, એટલે હું બીજી સ્ત્રી લાવવા માંગુ છે, પછી જે થયું તે જાણવું જોઈએ.
દરવાજા પર પતિ રવિની રાહ જોઈ રહેલી ગીતા શેરીના વળાંક પર રવિને જોઈને મલકાઈ ગઈ.
તમે આવી ગયા… રવિ ઘરના આંગણે આવ્યો કે તરત જ ગીતાએ કહ્યું.
રવિ કશું બોલ્યા વગર અંદર જતો રહ્યો.
શું વાત છે? તમે નારાજ છો જે મારી વાતનો જવાબ પણ ના આપ્યો.
ગીતા… મારે તારી સાથે અગત્યની વાત કરવી છે.
હા બોલો… કઈ વાત છે?
ગીતા, આપણા લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે. અને આજ સુધી આપણા ગૃહસ્થ જીવનના બગીચામાં એકપણ ફૂલ નથી ખીલ્યું.
કંઈ વાંધો નહીં, કદાચ ભગવાનની આવી જ ઈચ્છા હશે. એમાં આપણે શું કરી શકીએ છીએ? ગીતાએ કહ્યું.
આ વાતને લઈને જ મારા બધા સંબંધીઓ અને મિત્રો મને ટોણા મારે છે. હું લોકોની આવી વાતોથી કંટાળી ગયો છું.
ગીતા બોલી – સાંભળો, તો આપણે અનાથાશ્રમમાંથી કોઈ દીકરો કે દીકરી દત્તક લઈ લઈએ.
બિલકુલ નહીં… મારે મારા પોતાના બાળકો જોઈએ છે. મારે કોઈ પણ સંજોગોમાં બીજાનું લોહી નથી જોઈતું. રવિએ ગુસ્સે થઈને કહ્યું.
રવિએ આગળ કહ્યું – આટલા વર્ષોમાં તું તો મને સંતાન સુખ નથી આપી શકી, એટલે જ હું બીજી સ્ત્રી લાવવા માંગુ છે, એ પણ માત્ર સંતાન ખાતર. અને આમાં મારે તારી પરવાનગીની જરૂર છે.
આ કેવી વાતો કરો છો. મારા શરીરથી તમારું મન ભરાઈ ગયું છે કે શું? જે સંતાનના બહાને બીજી સ્ત્રી લાવવાની વાત કરો છો. હું તમને બીજી સાથે રહેવા નહીં દઉં, સાંભળ્યું તમે. ગીતાએ પણ ગુસ્સે થઈને કહ્યું.
વિચારી લે ગીતા. તો મારી પાસે પણ તારી સાથે છૂટાછેડા લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
અચ્છા… તો આ વાત છે.
હા… આ જ વાત છે.
ઠીક છે. તો પછી તમારી વાત માનવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
સાચે… રવિએ ખુશ થતા કહ્યું.
હા સાચે… પણ મારી એક શરત છે. આપણે બંને પહેલા ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લઈએ. જો મારામાં કોઈ ઉણપ હશે તો હું વચન આપું છું કે હું તમારો બેડરૂમ જાતે સજાવીશ.
આ થઈને સમજદારીવાળી વાત. મને તારી શરત મજુર છે.
અરે જરા થોભો રવિ સાહેબ… આટલી બધી ઉતાવળ ન કરો. પહેલા મારી આખી વાત તો સાંભળો.
હા બોલ…
જો મારામાં કોઈ ઉણપ ના નીકળે અને તમારામાં નીકળે તો?
રવિ બોલ્યો – તો… પછી શું, આપણે કોઈ બાળક દત્તક લઈ લઈશું.
ના… તો પછી કોઈ બાળક દત્તક શા માટે લેવું? મારે પણ મારું પોતાનું લોહી જ જોઈએ છે અને તે પણ મારા ગર્ભમાંથી. તમે મને આ ઘરમાં સંતાન માટે બીજો પુરુષ લાવવાની પરવાનગી આપશો. જેમ તમે બીજી સ્ત્રી લાવવા માંગો છો.
રવિ બોલ્યો – શું તું પાગલ થઈ ગઈ છે… આ કેવી વાતો કરે છે… તારું મગજ તો ઠેકાણે છે ને?
મગજ… મગજ તો હવે ઠેકાણે આવ્યું છે. જેને હું પ્રેમ અને સંવાદિતાનો સંબંધ માનીને નિભાવી રહી હતી… તે એક મતલબી અને માત્ર સ્વાર્થનો સંબંધ હતો. હું હમણાં જ, આ જ ક્ષણે તમારી સાથેનો મારો સંબંધ તોડી રહી છું. હું તમારા જેવા અધમ અને સ્વાર્થી જીવનસાથી સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી. અને તમને આ વાત સાંભળવી ગમશે નહિ…. કે મારામાં કોઈ ઉણપ નથી. મેં ક્યારનું મારું ચેકઅપ કરાવી લીધું હતું. ગુડબાય.
આટલું કહીને ગીતા મોઢા પર દરવાજો બંધ કરીને બીજા રૂમમાં જતી રહી. જ્યારે રવિ શર્મશાર થઈને ત્યાં જ બેસી ગયો.