શું તમને ખબર છે 20 સુધીની એવી ગણતરી જેમાં આખો સંસાર આવી જાય, અહીં જાણો તેના વિશે.
એક રાજાની પુત્રીના લગ્ન થવાના હતા. રાજકુમારીની શરત એવી હતી કે જે 20 સુધીની ગણતરી સંભળાવશે તેને રાજકુમારી પોતાના પતિના રૂપમાં પસંદ કરશે! પણ ગણતરી એવી હોવી જોઈએ કે તેમાં આખો સંસાર સમાય જાય, જો તે નહીં કહી શકે તો તેણે 20 કોડા (ચાબુકના ફટકા) ખાવા પડશે. અને આ શરત ફક્ત રાજાઓ માટે જ છે!
હવે એક બાજુ રાજકુમારીનું વરણ અને બીજી બાજુ ચાબુકના ફટકા! એક-એક કરીને બધા રાજા મહારાજા આવ્યા. રાજાએ મિજબાની રાખી, મીઠાઈઓ અને બધી વાનગીઓ તૈયાર કરવામાં આવી. પહેલાં બધાં મિજબાની માણે છે, પછી રાજકુમારીનો સ્વયંવર શરૂ થાય છે.
એકથી એક ચડિયાતા રાજા મહારાજા આવે છે! બધા ગણતરી સંભળાવે છે, પણ રાજકુમારીને સંતોષ થાય એવી ગણતરી કોઈ ન કરી શક્યું! હવે તો જે પણ આવતા તે ચાબુકના ફટકા ખાઈને જતા રહેતા. અમુક રાજા તો આગળ જ નહીં આવ્યા. તેમનું કહેવું હતું કે ગણતરી તો ગણતરી હોય છે, રાજકુમારી ગાંડી થઈ ગઈ છે, તે અમને માર ખવડાવીને મજા લઈ રહી છે.
આ બધા દ્રશ્યો જોઈને એક કંદોઈ હસવા લાગે છે અને તે કહે છે, ડૂબી મરો રાજાઓ! તમને બધાને 20 સુધીની ગણતરી નથી આવડતી!
આ સાંભળીને બધા રાજાઓ તેને દંડ આપવા માટે કહે છે! પછી રાજકુમારીના પિતા તેને પૂછે છે કે, શું તને ગણતરી આવડે છે? જો તને ખબર હોય તો જણાવ!
કંદોઈ કહે છે, હે રાજન, જો હું ગણતરી કહું તો રાજકુમારી મારી સાથે લગ્ન કરશે! કારણ કે હું તમારી સમકક્ષ નથી, અને આ સ્વયંવર પણ ફક્ત રાજાઓ માટે જ છે! તો ગણતરી સંભળાવવાનો કોઈ ફાયદો નથી, અને હું નહીં સંભળાવી શકું તો મને સજા પણ ન મળવી જોઈએ!
પછી રાજકુમારી કહે છે, ઠીક છે, જો તમે ગણતરી કહી શકો તો હું તમારી સાથે લગ્ન કરીશ! અને જો તમે નહિ કહી શકો તો તમને મૃત્યુદંડ આપવામાં આવશે! હવે બધા જોઈ રહ્યા હતા કે આજે કંદોઈનું મૃત્યુ નિશ્ચિત છે!
કંદોઈને 20 સુધીની ગણતરી જણાવવાનું કહેવામાં આવે છે. કંદોઈ રાજાની પરવાનગી લઈને ગણતરી શરૂ કરે છે!
એક ભગવાન
બે પક્ષ
ત્રણ લોક
ચાર યુગ
પાંચ પાંડવો
છ શાસ્ત્ર
સાત વાર
આઠ ખંડ
નવ ગ્રહો
દસ દિશાઓ
અગિયાર રુદ્ર
બાર મહિના
તેર રત્ન
ચૌદ વિદ્યા
પંદર તિથિ
સોળ શ્રાદ્ધ
સત્તર વનસ્પતિ
અઢાર પુરાણ
ઓગણીસમાં તમે
અને
વીસમો હું.
આ સાંભળી બધા સ્તબ્ધ રહી જાય છે. રાજકુમારી કંદોઈ સાથે લગ્ન કરે છે! દુનિયાની બધી વસ્તુઓ આ ગણતરીમાં હાજર છે અને અહીં શિક્ષણ કરતાં વધુ અનુભવ છે!
પ્રિવ્યુ ફોટો પ્રતીકાત્મક