એક સારી છોકરી પડી રખડુ છોકરાના પ્રેમમાં અને જીંદગી કરી બરબાદ, સ્ટોરી વાંચીને આંખો ભીની થઈ જશે.

0
426

રખડુ છોકરાના પ્રેમમાં પડેલી છોકરીની થઈ એવી ખરાબ હાલત કે ન પૂછો વાત, વાંચો તેની આપવીતી.

37 વર્ષની રેશ્માએ પોતાની બાઈ શાંતાને કહ્યું કે – કોઈ સારી છોકરી હોય તો તેને લઈ આવ, તે મને બે કલાક ઘરના કામમાં મદદ કરશે. બીજે દિવસે એક યુવાન છોકરી આવી – તેણે કહ્યું મારું નામ પૂજા છે, તમારે ઘરકામ કરવા માટે કોઈની જરૂર હતી, તેથી શાંતાએ મને મોકલી છે.

રેશ્મા તેનો દેખાવ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેણીએ ફાટેલું ટાઈટ જીન્સ પહેર્યું હતું, નાનું ટોપ પહેર્યું હતું, દરેક જગ્યાએ ટેટૂ ચીતરાવેલા હતા, પીળા ગોગલ્સ પહેર્યા હતા, ઉપર રેક્ઝીન જેકેટ પહેર્યું હતું. થોડા સમય માટે તો રેશ્મા સ્તબ્ધ થઈ ગઈ અને તેને ઉપરથી નીચે સુધી જોતી રહી. પછી તેણે કહ્યું, શું તેં ક્યારેય કોઈના ઘરે કામ કર્યું છે? તું શાંતાને કેવી રીતે ઓળખે છે? તેં પહેલા ક્યાં કામ કર્યું હતું? તારી પાસે આધાર કાર્ડ છે? તું કેટલા પૈસા લઈશ? રજા તો નહીં પાડે છે? કામ વ્યવસ્થિત રીતે કરીશને?

આ પ્રકારની ઘણી તપાસ કર્યા પછી રેશ્માએ વિચાર્યું કે, મારે મદદની જરૂર છે, હું અત્યારે આ છોકરીને કામ પર રાખી લઉં છું. પછી તે છોકરીને ઘરમાં એન્ટ્રી આપી. એક પછી એક તેને ઘણા કામો કહ્યા. સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે રેશ્મા તેના કામથી પ્રભાવિત થતી રહી. તેણે મનમાં વિચાર્યું – આનો દેખાવ અન્ય છોકરીઓ કરતાં અલગ છે, પણ કામ તે ખૂબ જ લગનથી અને વ્યવસ્થિત રીતે કરે છે.

થોડા દિવસો પસાર થઈ ગયા. રેશ્માને પૂજા પર વિશ્વાસ થવા લાગ્યો કે તે ચોર કે બદમાશ નથી. જો કે તેણી રોજ તેના પર નજર રાખતી હતી. એક દિવસ રેશ્માએ પૂછ્યું – તેં હજી લગ્ન નથી કર્યા, તો ઘરના લોકો કંઈ બોલતા નથી?

રેશ્મા આંટી, હું એક ગરીબ પરિવારની છોકરી છું. હું મારા માતા-પિતાને ખુબ માન આપું છું. પણ હું કોઈની વાત સાંભળતી નહોતી અને આથી હું એક રખડુ છોકરાના પ્રેમમાં પડી ગઈ. તેણે મને ઘણી ખોટી બાબતો શીખવી દીધી. પછી તેણે મારી સાથે છેતરપિંડી કરી અને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. હવે તે જ વ્યક્તિ મને રખડુ કહે છે. આ કારણે મારું દિલ તૂટી ગયું. મારા માતા-પિતાએ ગુસ્સે થઈને મને ઘરની બહાર કાઢી મૂકી છે. અત્યારે હું થોડા દિવસોથી મારી એક બહેનપણીના ઘરે રહું છું. અને હવે હું કોઈ પુરુષ પર વિશ્વાસ કરી શકતી નથી, તો લગ્ન તો દૂરની વાત છે.

પૂજાની વાત સાંભળીને રેશ્મા સમજી ગઈ કે આ છોકરી એટલી ખરાબ નથી, પણ ખોટી સંગતના કારણે આવી બની ગઈ છે. પછી તેને સમજાવ્યું – વાંધો નહીં, જીવનમાં ઘણી વખત ભૂલો થાય છે. હા, પણ જ્યારે તે સમજાય ત્યારે આપણે સુધરવું જોઈએ. બધા પુરુષો સરખા નથી હોતા. જ્યારે તારા માતા-પિતા તને સમજાવે અને સારું ઘર જોઈને લગ્ન કરવા કહે છે ત્યારે તું લગ્ન કરી શકે છે.

પ્રેમ અને લગ્નમાં ફરક હોય છે. લગ્ન પછી એ ઘરના લોકો તને પોતાની માનશે અને તું તેમને પોતાના સમજશે. આ જીવનભરનો સાથ છે. સુખ અને દુ:ખમાં બધા એકબીજાની મદદ કરે છે. પ્રેમી અને જીવનસાથીમાં અંતર હોય છે. તું બહુ સારી છોકરી છે, લગ્ન પછી સુખેથી તારા પરિવારમાં રહેજે. જો કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય તો એકલી ભટકતી નહિ. તારા માતા-પિતા સાથે તેનો પરિચય કરાવ્યા પછી જ લગ્ન કરજે.

પૂજાએ આંસુ ભરેલી આંખે કહ્યું – હા આંટી, હવે મને તમારી વાત સમજાઈ રહી છે. આજે મને ઘર અને પરિવારના સભ્યોનું મહત્વ સમજાયું છે. અને આ રંગીન દુનિયામાં પણ સાદગીથી કેવી રીતે જીવવું તે ખબર પડી છે.