મિત્રો આજે માણીએ એક પૌરાંણિક સરસ રચના. જે રચના આપણે ૫૦-૬૦ વર્ષ પહેલાં સ્કૂલ પ્રાર્થનામાં ગાતા હતા. સદર પ્રાર્થના આપણા વિચાર-વર્તનને કેટલી સરસ રીતે રજૂ કરે છે અને સરસ શીખ પણ આપે છે. આખી રચના આપણને શીખ સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે. તો આવો માણીએ પ્રાર્થના… ‘નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના’
– હસમુખ ગોહીલ
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો….
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો….
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના
ઝાંખો ઝાંખો દીવો….
-અજ્ઞાત