બે મિત્રો વચ્ચે ઝઘડો થયો, ગુરુએ તેમને આ અલગ જ રીતે સમજાવ્યું કે બોલેલા અપશબ્દો પાછા આવતા નથી.

0
628

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ ગુસ્સામાં કોઈને કંઈ પણ કહી દે છે, પછી ભૂલનો અનુભવ થાય છે ત્યારે માફી પણ માંગી લે છે. તેમને લાગે છે કે આમ કરવાથી તેમણે તેમની ભૂલ સુધારી લીધી છે, જ્યારે આવું હોતું નથી.

શબ્દોના ઘા એટલા સરળતાથી રૂઝાતા નથી. તેની પીડા જીવનભર રહે છે. આજે અમે તમને એક એવી ઘટના જણાવી રહ્યા છીએ, જેનો સાર એ છે કે કોઈએ વિચાર્યા વગર સારું કે ખરાબ ન બોલવું જોઈએ, કારણ કે અપશબ્દો છોડેલા તીરની જેમ પાછા નથી આવતા.

જ્યારે બે ખેડૂતો વચ્ચે ઝઘડો થયો હતો :

એક ગામમાં બે ખેડૂતો આજુ બાજુમાં રહેતા હતા. બંને વચ્ચે ઘણો ભાઈચારો હતો. એક વાર કોઈ વાત ઉપર બંને વચ્ચે હુંસાતુંસી થઈ ગઈ. એક ખેડૂતે બીજાને ઘણું ખરાબ કહ્યું, પણ બીજો ખેડૂત ચૂપચાપ સાંભળતો રહ્યો. થોડા દિવસો પછી જે ખેડૂત બીજાને ખરાબ કહેતો હતો તેને પોતાની ભૂલ સમજાઈ.

તેના હૃદયમાં પસ્તાવો થયો ત્યારે ખેડૂત તેના ગુરુ પાસે ગયો અને પૂછ્યું, “હવે મારે શું કરવું જોઈએ?”

સંતે ખેડૂતને કહ્યું, “સૌથી પહેલા તમે ઘણા બધા પીંછા ભેગા કરો અને તેને ગામની વચોવચ મૂકી આવો. તે પછી તે બધા પીંછાને હવામાં ઉડાડો. એ પછી ફરી એ બધા પીંછા ભેગા કરીને મારી પાસે લેતા આવો.

ખેડૂતને ગુરુજીની કોઈ વાત સમજાઈ નહીં, પણ તેણે તેમ જ કર્યું. આ પછી, જ્યારે તેઓ આશ્રમ પહોંચ્યા અને ગુરુને મળ્યા.

ગુરુએ તેને પૂછ્યું, “શું તેં હવામાં પીંછા ઉડ્યા પછી બધાં પીંછાં ફરી ભેગાં કરી લીધાં?”

ખેડૂતે કહ્યું, “ના, ગુરુજી, હું તેમાંથી થોડાક જ પીંછા ભેગા કરી શક્યો, બાકીના બધા આમ તેમ ઉડી ગયા.”

ગુરુએ ખેડૂતને કહ્યું, “બસ આજ રીતે તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દો સાથે થાય છે, તમે તેને સરળતાથી તમારા મોંમાંથી કાઢી શકો છો, પણ તમે ઇચ્છો તો પણ પાછા લઈ શકતા નથી.”

ખેડૂતને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો અને બીજા ખેડૂત પાસે જઈને માફી માંગી અને ફરી આવું ન કરવાનું નક્કી કર્યું.

આ સ્ટોરીનો બોધ એ છે કે, કોઈને કડવું બોલતા પહેલા યાદ રાખો કે સારું-ખરાબ કહ્યા પછી કંઈપણ કરીને તમારી વાત પાછી લઇ શકતી નથી. તમે વધુમાં વધુ માફી માંગી શકો છો, પરંતુ તે માણસના મનમાં તમારા પ્રત્યે દ્વેષ હંમેશા રહે છે.

આ માહિતી એશિયા નેટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.