ટૂંકી પણ માર્મિક વાત જે સમજી લેશો તો જીવનની કેટલીય સમસ્યા તમારાથી દૂર રહેશે.

0
921

બે સિંહ હતા.

એક યુવાન અને એક ઘરડો.

બન્ને ને બહુ સારી દોસ્તી હતી.

એક દિવસ એમની વચ્ચે ગેરસમજ ઉભી થઈ. બન્ને એક બીજા ના દુશ્મન બની ગયા.

એક દિવસ ઘરડા સિંહ ને 25-30 કૂતરાએ ઘેરી લીધા અને તેમને બ ચકા ભરવા લાગ્યા.

ત્યારે પેલા યુવાન સિંહે આવીને ત્રાડ પાડી બધા કૂતરાઓ ને ભગાડી દીધા અને ત્યાંથી ચાલ્યો ગયો.

આ બધુ જોઈ રહેલા અન્ય સિંહે પેલા યુવાન સિંહ ને પુછ્યુ કે, તમે એક બીજા સાથે વાત પણ નથી કરતા તો પછી તમે એ સિંહે ને બચાવ્યા કેમ?

ત્યારે એ સિંહે કહ્યુ, નારાજગી ભલે હોય પણ સમાજ માં એવી કમજોરી પણ ન હોવી જોઇએ કે કૂતરા ફાયદો ઉઠાવી જાય.

સમજાય તો આગળ મોકલજો.

(સાભાર રાજેશ ડોડીયા, અમર કથાઓ ગ્રુપ)

બીજી એક નાનકડી વાત જે લોકોએ સમજવાની જરૂર છે તે નીચે મુજબ છે.

કોઈક આપણો જીવ બા ડે એટલે કે મનમાં આ ગ લગાડે, પણ આપણે આપણું મન જ પાણી ની જેમ fireproof રાખીએ તો?

કહેવત છે – એટલાં મીઠા ન બનો કે લોકો તમને ચટ કરી જાય,

એટલાં કડવા ૫ણ ન બનો કે લોકો તમને થૂંકતા ફરે.

આ જ વાત ક્રોધને ૫ણ લાગુ ૫ડે છે.

પણ જે ક્રોધની જ વાળા થી આ૫ણું અને બીજાનું અહિત થતું હોય તે ત્યાજ્ય છે, ૫રંતુ જે દવા બનીને આ૫ણી સામાજિક બૂરાઈઓ ની ચિકિત્સા કરે, દૂષિત તત્વોનું નિવારણ કરે, બગડેલાને સુધરવા માટે મજબૂર કરે, ભૂલ માટે દંડ આપે એવો સ્વસ્થ ક્રોધ આવશ્યક ૫ણ છે અને અનિવાર્ય ૫ણ છે.

ઋષિઓનાં હા ડકાનો ઢગલો જોઈને રામનો આક્રોશ,

સમુદ્રના અહંકાર ૫ર લક્ષ્મણનો કો૫,

ક્ષત્રિયોના અ ત્યા ચારો ૫ર ૫રશુરામનો ક્ષોભ,

આતતાયી કંસ પ્રત્યે – કૌરવો પ્રત્યે શ્રીકૃષ્ણનો વિરોધ.

એવો સ્વસ્થ-ક્રોધ આવશ્યક ૫ણ છે અને અનિવાર્ય ૫ણ છે.

(સાભાર હિતેશ રાયચુરા, અમર કથાઓ ગ્રુપ)