અનાદિ કાળથી ચાલી આવી રહેલી પરંપરાનો વિરોધ કરી તેના વૈજ્ઞાનિક પુરાવા માંગતા યુવાઓએ વાંચવા જેવી માહિતી

0
358

મિત્રો, એ વાત તો તમે બધા જાણો છો કે, અનાદિ કાળથી બધા ધર્મોમાં કેટલીક માન્યતાઓ પ્રવર્તી રહી છે. અને જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ તેમાં પરિવર્તન થતા રહે છે. એવામાં આજના ટેકનોલોજીના યુગમાં યુવા વર્ગ અમુક પરંપરાનો વિરોધ કરી તેના વૈજ્ઞાનિક પુરાવા માંગતા હોય છે.

આજે અમે આ લેખના માધ્યમથી એક માન્યતા અને તેના વૈજ્ઞાનિક આધાર રજૂ કરશું. જે સાબિત કરશે કે અમુક માન્યતાઓ આપણને ઘણી ફાયદાકારક છે.

સૌથી પહેલી માન્યતા જે વૈદિક કાળથી ચાલતી આવી રહી છે તે એ છે કે, વહેલા ઉઠી ઉગતા સૂર્યના દર્શન કરવા. શું આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?

તો જણાવી દઈએ કે, આપણા વડીલો આજના યુવા વર્ગને સવારે વહેલા ઉઠી, ઉગતા સૂર્યની પૂજા કરવાનું તેમજ દર્શન કરવાનું કહેતા હોય છે. આ વાત આજના દોડધામ વાળા જીવનમાં કોઈને ગમતી નથી હોતી. પરંતુ ઉગતા સૂર્યના દર્શન કરવાનું ખરેખર વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક સાબિત થયું છે.

વેદોમાં ઉગતા સૂર્યના કિરણોનું મહત્વ દર્શાવ્યું છે. જેમાં એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, ઉદય પામતો સૂર્ય મૃત્યુના સર્વ કારણો અર્થાત સર્વ રોગોને નાશ કરનાર છે.

મિત્રો, ઉગતા સૂર્યના લાલ કિરણોમાં નવ જીવન આપવાની શક્તિ હોય છે. તે રોગોને નાશ કરે છે. અને હૃદયની બીમારી કે લોહીને લગતી કોઈપણ બીમારી હોય, ઉગતા સૂર્યના લાલ કિરણો તેનો નાશ કરે છે.

બીજું એ કે, સવારે પૂર્વ દિશા તરફ મોઢું રાખી સંધ્યોપાસના અને હવન કરવાનું પ્રાવધાન છે. તેનું કારણ એ કે, સવારના સૂર્યના કિરણો છાતી પર પડે છે, તેનાથી માણસ સદા નિરોગી રહે છે.

તમને કદાચ ખબર નહિ હોય કે, અથર્વવેદમાં કુલ બાવીસ મંત્રોમાં સૂર્યના કિરણો દ્વારા થતી ચિકિત્સાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કારણો સર ઉગતા સૂર્યના કિરણોમાં રોગોનો નાશ કરવાની ક્ષમતા હોવાને લીધે, આપણા વડીલો તેમજ પૂર્વજો આપણને ઉગતા સૂર્યના દર્શન કરવાની સલાહ આપતા. આ રીતે આપણી પ્રાચીન પરંપરાઓ આપણા ફાયદા માટે જ બનાવવામાં આવી હતી.