“છુટાછેડા” – એક મહિલા શિક્ષણના જીવનમાં બનેલો દુઃખદાયક પ્રસંગ જે તમારી આંખો ભીની કરી દેશે.

0
628

નિશાળ છુટ્યા પછી આજે મીતા તરફથી મિજબાની હતી. બધાને ખબર હતી કે આ મિજબાની ન્યાયાલયે તેના છુટાછેડા માન્ય કર્યા તેની ખુશાલીમાં છે.

મીતાને શિક્ષિકાની નોકરીનો હુકમ મળ્યો, અને તે હાજર થવા તાલુકા કચેરીએ ગઇ, ત્યારે તેને કિશોરનો ભેટો થયો હતો. એ ત્યાં કારકુન હતો. અને તેની ગ્નાતિનો જ હતો. તેણે કામમાં મદદ કરી. ધીરે ધીરે પરિચય વધ્યો અને અંતે લગ્નમાં ફેરવાયો.

મીતા લાગણીશીલ અને સરળ સ્વભાવની હતી. સાસુ સસરા અને પતિ સાથે પ્રેમ સભર વહેવાર કરતી. બે બાળકે થયાં. પણ ધીમે ધીમે કિશોરની ખરાઈ જાણવા મળી. એ જુ ગારિયો હતો.

કિશોર કહે ત્યાં મીતા વિશ્વાસપૂર્વક સહીઓ કરી દેતી. એ મીતાના ભવિષ્યનિધિમાંથી પણ પૈસા ઉપાડીને જુ ગા રરમી ગયો હતો.

મીતાને ફોસલાવી તેના નામ પર લોન લઈ મકાન ખરીદ્યું. હપ્તા મીતાના પગારમાંથી કપાતા હતા. ભોળી મીતા એ કહે એમ પગારના પૈસા પણ આપી દેતી.

એની પડખેના મકાનમાં મોટી નણંદ રહેવા આવી. થોડા વખતમાં એણે પોત પ્રકાશવા માંડ્યું. મીતાના ઘરમાં દખલ કરવા માંડી. મીતાના ચા રિત્ર વિશે ખો ટી ભંભેરણી કરી અને એક દિવસ કિશોરે મીતાનેમા રઝુડ કરી. ઘર વિહોણી કરી દીધી.

મીતા વિધવા માં સાથે રહેવા લાગી. અને છુટાછેડાની અરજી દાખલ કરી દીધી.

આજે ચુકાદાનો દિવસ હતો. કિશોર બેય બાળકોને સમજાવી પટાવીને લાવ્યો હતો. પણ મમ્મીને જોતાં એ રહી ના શક્યા. દોડીને મીતાને વળગી પડ્યા. મહિલા ન્યાયાધીશે બન્ને બાળકોની ખાનગીમાં પણ પુછપરછ કરી.

ચુકાદો જાહેર થયો. મીતાની માંગણી મુજબ છુટાછેડા માન્ય કર્યા. અને વિશેષ આદેશ કર્યા કે બેય બાળકો મીતાને સોંપવા. મીતાની લોનથી ખરીદેલ મકાન એક માસમાં ખાલી કરી સોંપવું. મીતાના ગયા પછીના સમય માટે માસિક પાંચ હજાર લેખે મકાન ભાડું ચુકવવું અને ભવિષ્યનિધિમાંથી ઉપાડેલ રકમ બેંક દરે વ્યાજ સાથે પરત કરવી.

મીતાએ બધા શિક્ષક ભાઈ બહેનોને આગ્રહ કરીને ગુલાબજાંબુ ખવડાવ્યા.

કોઈએ પુછ્યું ” બેન, હવે શું કરશો?”

મીતા હસીને બોલી. ” મેં દુનિયા જોઈ લીધી. હવે વધુ કંઈ નથી જોવું. મમ્મીને સાંચવીશ. બાળકોને ઉછેરીને સંસ્કારી બનાવીશ. અને એ દિવસની રાહ જોઈશ કે મારા દિકરાની વહુ મારા ખોળામાં માથું રાખીને સુઈ ગઇ હોય.”

– જયંતીલાલ ચૌહાણ ૬-૮-૨૧