ગુચીનું પર્સ રાખી પૈસાનું અભિમાન રાખતી મહિલાનું સાડી પહેરેલી સામાન્ય દેખાતી મહિલાએ તોડ્યું અભિમાન.

0
668

લંડનનું હિથ્રો એરપોર્ટ ખાસું બીઝી ગણાય. લંડનથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં સાડી પહેરી વિમાનમાં ચડવા માટે સુધામૂર્તિ ઉભા હતા, બિલકુલ સાદા પરિધાનમાં.

હિન્દુસ્તાનના પહેલા મહિલા ટેકનોક્રેટ અને ઈંફોસીસ ના પ્રેરણાસ્ત્રોત સુધા મૂર્તિ. તેમને કોણ ના ઓળખે. બને એવું કે કોઈ ના પણ ઓળખાતું હોઈ.

તેમની પાછળ લાઈનમાં જ એક ઝુલ્ફેદાર માનુની હાથમાં ગુચીનું પર્સ, લાંબા ગળામાં મોતીની માળા, ઊંચી એડીના સેન્ડલ અને કંઢગી થઇ ગયેલી કેડમાં કિલિયોપેટ્રો જેવો કંદોરો પહેરેલા મહિલા તેમના મિત્ર સાથે આવ્યા અને લાઈન માં ગોઠવાયા.

તેમને આગળ સાદી સાડી પહેરી ઉભેલા સુધામૂર્તિને જોયા. આ ફેશનેબલ મહિલાને લાગ્યું કે, સાડી પહેરી ઉભેલા બહેન ભૂલથી બિઝનેસ ક્લાસની લાઈનમાં ઉભા રહી ગયા છે એટલે તેવો એ સુધા મુર્થીને કન્નડ ભાષામાંજ કહ્યું કે, બેન આતો બિઝનેસ ક્લાસની લાઈન છે, તમારી લાઈન તો બીજી છે.

સુધા મૂર્તિ સમજી ગયા કે, આવેલા મહિલા માલદાર છે, છકી ગયેલા છે, છળથી પૈસા કમાયેલા છે. તોય વાતને થોડી મચડવા મૂર્તિ બોલ્યા – એમ!

લ્યો શું ફેર તમારી અને મારી લાઈન માં… મારેય બેંગ્લોર જવું છે અને તમારે બેંગ્લોર જવું છે.

સ્કર્ટ વાળા મહિલાએ હળવેથી તેના વાળની લટોને સરખી કરી અને હસતા હસતા કીધું ફેર તો ઘણો હોઈ. બિઝનેસ ક્લાસમાં વધુ જગ્યા, સારું ખાવા પીવાનું, સામે મોટું ટીવી, લગેજના નિયમો માં છૂટછાટ, થોડા મુસાફરો જાજા બાથરૂમ……. સમજ્યા! હવે જાવ બીજી લાઈનમાં.

શોભા મૂર્તિ તો ઉભા રહ્યા ત્યાં તે ફેશનેબલ બહેન ની સાથે આવેલા સજ્જન બોલ્યા “હની આવા ઢોર જેવા માણસો cattle class people હારે જાજી માથા ફૂટ ના હોઈ”. હમણાં પેલો અટેન્ડન્ટ આવીને શીંગડા ભરાવીને બોર્ડિંગ પાસ તપાસશે ત્યારે આ બાઈને ખબર પડશે કે તેની લાઈન જુદી છે, તે અહીં ખોટી ઉભી છે.

મૂર્તિ ડેસ્ક નજીક આવી ગયા. એટેન્ડન્ટે બોર્ડિંગ પાસ માંગ્યો. સુધા મુર્થી નું નામ જોઈ ઊંચું જોયું અને અભિવાદન કરીને બોલ્યો “અરે મેડમ ગયા વીક માં તો આપડે મળ્યા હતા ચાલો ખુશી થઇ આપને ફરી મળીને ” પધારો.

મૂર્તિ પ્લેઇન ની અંદર દાખલ થવા પેસેજમાં જતા પહેલા પેલી ફેશનેબલ મહિલાને સંબોધીને બોલ્યા, બેન થોડા વધારે પૈસા આપીને વધુ સુવિધા ખરીદનાર માણસ ક્લાસમાં નથી આવી જતો.

ક્લાસ એટલે આભિજાત્ય,

ક્લાસ એટલે કરુણા,

ક્લાસ એટલે જ્ઞાન,

ક્લાસ એટલે બીજાને આદર આપવાના સંસ્કાર.

મધર ટેરેસા ક્લાસ વુમન હતા.

મંજુલા ભાર્ગવ નામના મહિલા ગણિતજ્ઞ ક્લાસ વુમન કહેવાય.

થોડી સમૃદ્ધિનો કે સગવડનો અનુભવ પામવા પૈસા ખર્ચો એટલે ક્લાસ ના બદલાય.

આમ કહી સુધા મૂર્તિ પેસેજમાં જતા રહ્યા. વિમાન નો બિઝનેસ ક્લાસ ભરાઈ જવામાં હતો. સુધા મૂર્તિ સાવ હળવા ફૂલ. બહાર અટેન્ડન્ટ પાસે ઉભેલી અને ગુચી પર્સમાંથી પોતાનો બોર્ડિંગ પાસ કાઢતી મહિલાનો હાથ ધીમે ધીમે ધ્રુજી રહ્યો હતો. વિમાનનું એન્જિને શરુ થવામાં હજુ દસ મિનિટ બાકી હતી.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)