ગઢપણ આવ છે ને હાચવ છે ખાટલા !
પછી તોહ દવા ના બાટલા ઉપર બાટલા !
દિવસ કેમ કાઢસું પછી હાવ એકલા !
અમે ક્યાં રોજ રહેતા હાવ એકલા ?
સંબંધીઓ નઈ આવે પછી પેલા જેટલા !
મારે તોહ આ સમાજ માં સંબંધીઓ કેટલા ?
જા જુ જીવ્યા અને ખુશ રહ્યા તમે કેટલા ?
મને કહોને મારે હજી વધ્યા દિવસો કેટલા ?
ગઢપણ આવ્યું ને શરીર મા વાંધા કેટલા !
મારે તોહ બે ના પગ થયાં ચાર તમારે કેટલા ?
વય જશે જીવ માંરો પથારી માં એકલા !
મને મળવા આમાંથી પછી આવશે કેટલા ?
– જીતેન્દ્ર ચાવડા