આ આદતોને કારણે ખુબ ઝડપથી પ્રગતિ કરે છે મેષ રાશિના લોકો, હોય છે ખુબ નીડર.

0
622

પોતાની શરતો અનુસાર જીવવાનું પસંદ કરે છે મેષ રાશિના લોકો, પણ આ છે તેઓની ખામી. મેષ રાશીના જાતકોનો સ્વભાવ : મેષ રાશિના જાતકોમાં લીડરશીપના ગુણો મુખ્ય હોય છે. કોઈ પણ બાબતની શરૂઆત કરવામાં તેઓ હંમેશા તૈયાર હોય છે. જે તેમની હિંમત બતાવે છે. ઉત્તેજનાવાળું કામ કરવાની ઇચ્છામાં તમે નવા ક્ષેત્ર તરફ ધકેલાશો… તમારા આત્મવિશ્વાસને કારણે તમારી નેતાગીરીમાં વિશ્વાસ રાખીને લોકો તમને અનુસરશે.. તમને જે જરૂરી લાગે તે બધી બાબતો માટે તમે લડવા તૈયાર થઇ જશો.

ગ્રહ સ્વામી : મંગળ યુદ્ધના દેવતા છે, તે લડાઇને દર્શાવતો હોવાની સાથે ગમે ત્યાં જવાનું અને પહોંચવાનું પણ દર્શાવે છે. આગેકૂચ જારી રાખવા માટે આપણા માર્ગમાં અડચણ ઉભી કરનારા લોકો સામે આપણે ચોક્કસ લડત આપવી જોઇએ. મંગળ આપના શરીરમાં પેડલ જેવું કામ કરે છે. તે આપણને જીવનમાં પ્રગતિનો માર્ગ બતાવે છે. આપણે આપણી સામાન્ય શક્તિનો ઉપયોગ ક્યાં કરવો? તેનો માર્ગ મંગળ બતાવે છે.

પ્રથમ સ્થાન : પોતાની જાત, પહેલું સ્થાન દુનિયા સામે આપણા શારીરિક દેખાવનું દર્શાવે છે. આપણે કોણ છીએ તે મહત્વનું નથી પણ આપણે કોઇપણ પરિસ્થિતિને કેવી રીતે સાચવીએ છીએ અને કેવી રીતે પરિણામ  સુધી લાવીએ છીએ, તેમ જ બીજા લોકો આપણને કેવી રીતે સમજે છે તે અગત્યનું છે. તે ફક્ત આપણું બાળપણ નહીં પણ આપણી દરેક પ્રવૃત્તિ તેમ જ કોઇપણ નવા સંબંધની શરૂઆતને પણ દર્શાવે છે.

મેષ રાશિનું તત્વ : અગ્નિ, અગ્નિ ગરમી અને પ્રકાશ આપે છે. એક મીણબત્તી આખા રૂમમાં પ્રકાશ પાથરે છે અને જો તેના પ્રકાશમાં વીસ લોકો વાંચતા હોય તો પણ તે વધુ પ્રમાણમાં કે ઝડપથી સળગતી નથી. અગ્નિ ક્યારે ય આગળનું પગલું વિચારતો નથી. અગ્નિ વિચાર્યા વગર બળતણ ત્યાં સુધી બાળે જ્યાં સુધી ખતમ ના થાય. આ કારણે અગ્નિ તત્વવાળી રાશિઓ તેમની અંતઃસ્ફુરણા અને પ્રતિકુળતાઓ સામે લડવાની તાકાત ધરાવે છે.

મેષ જાતકોની શક્તિ : તમે દ્રઢ પણે માનો છો કે ભય ઉપર વિજય મેળવવા હિંમત મહત્વની છે, અને તે આપની સકારાત્મક બાબત છે. ડર પર વિજય મેળવવાની ક્ષમતા તે આપની સૌથી મોટી તાકાત છે.

મેષ જાતકોની નબળાઇ : આપની નબળાઇ એ છે કે આપ જે કામની શરૂઆત કરો તે પૂરૂં કરતા નથી.

મેષ જાતકોના સંબંધો : આપની દોસ્તી ઉષ્માભરી હોય છે. આપ આપની મિત્રતામાં પૂરેપૂરું સમર્પણની અપેક્ષા રાખો છો અને સામે પક્ષે આપ પ્રેમ અને સહકાર પુરા કરો છો. માતા તરીકે મેષ જાતકો પોતાના બાળકના હક્ક માટે બધી રીતે લડી શકે છે. તે તેમના બાળક માટે મહત્વકાંક્ષી હોય છે. તમારા બાળકને તેના રસના વિષયો લેવા દો, તમારી પસંદગીના નહીં. પિતા તરીકે મેષ જાતકો પોતાના પુત્રને ખેલકૂદ અને બહારની પ્રવૃત્તિમાં ભાગ લેવા ફરજ પાડે છે, તેમને એવું લાગે કે પોતાનો બાળક શરમાળ અને બીકણ છે, તો તે ચલાવી લેતા નથી. મેષ જાતકોએ તેમના બાળકોને તેમની પસંદગી પ્રમાણે આગળ વધવાની તક આપવી જોઈએ.

મેષ જાતકોની કારકીર્દિ : મેષ રાશિ શરૂઆત કરનારા લોકોની હોય છે. મેષ જાતકો એન્જિનિયરિંગ, સર્જરી, ધાતુ પરની કલાકૃતિ, સૈનિકદળ, વેચાણ અને પ્રચાર-પ્રસાર, ઉત્પાદન, મનોવિજ્ઞાન અને માનસિક રોગની ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં જોરદાર કામ કરી શકે છે.

મેષ જાતકોના પ્રણય સંબંધો : આપનું વ્યક્તિત્વ બીજા પર આધિપત્ય જમાંવનારું, ખૂબ જ આકર્ષક અને ઉત્સાહી હોય છે, છતાં આપના લોકો સાથેના અને પ્રિયજનો સાથેના સંબંધોમાં ઉગ્રતા અને ઉષ્મા બંને હોય છે. શરૂઆતમાં આપ કદાચ આપના પ્રિયપાત્ર પર આફરીન જશો, પણ આ આકર્ષણ ઝડપી જ ઓસરી પણ જશે. પ્રણયચેષ્ટાઓ વગરનો રોમાન્સ આપને પસંદ નથી. તમારામાં સેક્સની ભાવના પ્રબળ હોવાને કારણે આપ મનમેળ કે વિચારમેળ કરતા શારીરિક આકર્ષણને વધુ આગત્યનું ગણો છો.

સ્વાસ્થ્ય : મેષ જાતકો મનોબળથી મજબૂત હોય છે. જો કે તેમનામાં ધીરજની ઉણપ જોવા મળે છે. વધુ પડતા ટેન્શનના કારણે ક્યારેક ક્યારેક પેટ અને કિડનીની સમસ્યા જોવા મળે છે. મેષ માથા પર આધિપત્ય ધરાવે છે માટે તેમને ભારે માથાનો દુઃખાવો, અનિંદ્રા અથવા દુર્ઘટના જેવી શક્યતા રહે છે.

સૌંદર્ય ટીપ્સ : મેષ જાતકોએ જાંબલી અને લાલ રંગના કપડાં વધુ સારા, અને સ્ટાઇલમાં રહેવું જોઇએ. માથામાં તે જે કંઈ પણ પહેરશે, તે તેને ખીલી ઊઠશે.

મનગમતી ખાદ્યસામગ્રી : મેષ જાતકોને ભાજી, અખરોટ, બટાટા, પાલક, ડુંગળી, કાકડી, સફરજન, મૂળો, લીંબુ, દાણાવાળા શાક અને કોબિજ ગમતા હોય છે. માછલી જેવો બુધ્ધિવર્ધક ખોરાક પણ તેમના માટે અગત્યનો હોય છે.

આદતો : મેષ જાતકોને ચોક્કસ પણે કેન્દ્ર સ્થાને રહેવાનું ગમે છે અને જરૂર લાગે ત્યારે તેઓ પોતાની રીતે જ આગળ વધવાનો માર્ગ બનાવી લેતા હોય છે. આ આદતથી તેમને ઝડપથી પ્રગતી કરવામાં મદદ મળી રહેતી હોવા છતાં, લાંબા ગાળે તેમના માટે મહત્વના હોય તેવા વ્યક્તિઓ માટે તેમણે સમાધાન કરવું પડે છે. તેમને કોઈ જવાબદારી આપીને આ સ્વાર્થવૃત્તિ ઘટાડી શકાય છે.

અશ્વિની નક્ષત્ર : આ નક્ષત્રમાં દેવ અશ્વિનીકુમારો છે અને સ્વામી કેતુ છે તેથી આ નક્ષત્રમાં જન્મેલા જાતકો ઉત્સાહી અને ઉમંગ ધરાવે છે. જેના લીધે તેઓ સર્જનાત્મક કાર્યો કરી શકે છે. આ નક્ષત્ર શરીર અને મનને પોષણ આપે છે. આથી આ રાશિમાં અને આ નક્ષત્રમાં જન્મેલા જાતકોનો શારીરિક અને માનસિક વિકાસ ઘણો સારો થાય છે. આ નક્ષત્રનો સ્વામી કેતુ છે તેથી તેઓના કામ આકસ્મિક થાય છે અને આકસ્મિક તુટે છે. આ જાતકોમાં ક્રોધ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ આયુર્વેદમાં વિશ્વાસ ધરાવતા હોય છે.

ભરણી નક્ષત્ર : આ નક્ષત્રના દેવ યમરાજા છે અને સ્વામી શુક્ર છે. તેથી આ રાશિની ખરાબ અસરો તરીકે ક્રોધ અને વધુ પડતી જાતીય સુખમાં ઈચ્છા જોવા મળે છે. મોજશોખની, વિલાસની વૃત્તિ પ્રબળ છે કારણ કે તેમના નક્ષત્રનો સ્વામી શુક્ર છે. સંબંધો કારક શુક્ર હોવાથી સંબંધો બગડતા નથી. મિત્રો વધુ જોવા મળે છે અથવા થોડા મિત્રોમાં પણ ગાઢ મૈત્રી જોવા મળે છે. ચામડી પર ચમક જોવા મળે છે. કામવૃત્તિનું પ્રમાણ ઓછું થાય તો ચહેરા પર તેજ ઝળકી ઉઠે છે.

કૃતિકા નક્ષત્ર : આ નક્ષત્રનો દેવ અગ્નિ છે અને સ્વામી સૂર્ય છે. સર્જનાત્મક તેમજ સંશોધનાત્મક વૃત્તિ વધુ દેખાય છે. આ જાતકોમાં પ્રસંશાની ભૂખ પણ વધુ પ્રમાણમાં હોય છે. તેઓ જતુ કરવાની (Let go)ની વૃત્તિ પણ ધરાવે છે. તેમની જીદ ઘટે છે અને ભોળપણ વધે છે. તેમને યોગ કે ધ્યાનમાં મન લાગી જાય તો કામવૃત્તિ ઓછી થવાથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. તેમને કોઈ છંછેડે ત્યારે જોરદાર ક્રોધથી ભભૂકી ઉઠે છે. તેઓ સત્તા પણ મેળવે છે.

રાશિચક્રની પ્રથમ રાશિ હોવાથી તે કાચી ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જે બ્રહ્માંડના નિર્માણનું પ્રથમ પગલું છે. મેષ રાશિમાં જન્મતા જાતકો કર્તા હોય છે. મેષ રાશિવાળા જાતકો આવેશપૂર્ણ, સહજ, જીદ્દી અને ક્યારેક ક્યારેક સ્વાર્થી પણ હોય છે.

તેઓ હંમેશા નીડર અને સાહસિકતા ધરાવે છે, અને ક્યારેય દ્વેષ ભાવ નથી રાખતા. નેતાગીરીનો ગુણ જન્મથી જ ધરાવતા મેષ જાતકો તેમના કામ અને ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે. તેઓ પોતાની શરતે જીવન જીવે છે અને તે મુદ્દે કોઈપણ પ્રકારે સમાધાન નથી કરતા.

સારા ગુણો : સક્રિય, હિંમતવાન, શક્તિમાન, ઉદ્યમી, માર્મિક, સ્વયંસ્ફુર્ત, નીડર.

નકારાત્મક ગુણો : અહમ ધરાવતા, કઠોર, નિર્દયી, આધિપત્યની ભાવનાવાળા, હિંસક, અધીરા, આવેશમય, સ્વાર્થી, ઈર્ષાળુ, મિજાજી, ઘમંડી.

વિશેષતાઓ : દ્યમી, માર્મિક વચનો બોલનારા, ઉર્જાવાન, અધીરા, આવેશમય, સ્વાર્થી, સ્વયંસ્ફુર્ત, નીડર, સક્રિય, હિંમતવાન, ઈર્ષાળુ, મિજાજી, ઘમંડી, પચાવી પાડવાની વૃત્તિવાળા, હિંસક, અહમ ધરાવતા, કઠોર, નિર્દયી.