આજે આ અંકવાળાને વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે, અખાત્રીજ પર નવી વ્યાપારી ડીલ મળી શકે છે.

0
253

આજનું અંકફળ, 03 મે 2022 : આજે 03 મે 2022 છે. 03 અંક ખૂબ જ શુભ છે. તે સંપત્તિ, શિક્ષણ, જ્ઞાન અને કીર્તિનો કારક છે. 03 નો સ્વામી ગુરુ છે. 03-05-2022 નો ભાગ્ય અંક 05 રહેશે. ભાગ્ય અંક 05 નો સ્વામી ગ્રહ બુધ છે. ગુરુ સૂર્ય અને ચંદ્રના શ્રેષ્ઠ મિત્ર છે. 05 અંકના મિત્ર અંકો 04, 06 અને 07 છે. ભાગ્ય અંક 05 નો સ્વામી બુધ જ્ઞાન, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને ગુરુનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 05 અને જન્મ અંક 08 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – ત્વચા કે પેટના રોગને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – નોકરીમાં પ્રગતિને લઈને ખુશી રહેશે. 05 અંક વાળી વ્યક્તિ વ્યાપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે. વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – કફજન્ય વિકારોના કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – આજે વ્યાપારી સોદાના કારણે વેપારમાં લાભ થવાના સંકેત છે. 05 અંકના ઉચ્ચ અધિકારીઓ અને તેના 08 અંકના મિત્રની મદદથી નોકરીમાં પ્રગતિ શક્ય છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – કારોબારમાં ભાગ્ય અંક 05 ના વ્યક્તિથી તમને લાભ થશે. નોકરીમાં અંક 06 ના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજે નોકરીમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 05 ના સ્વામી, ગુરુ અને અંકના સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – બીપી અને શુગરના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – કેતુ અને બુધ વેપારમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય – ત્વચાના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજે ભાગ્યનો સ્વામી બુધ છે. આ અંકનો સ્વામી શનિ છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. ગુરુ અને શનિ નવી વ્યાપારી ડીલ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – મંગળ, બુધ અને ગુરુ વેપારને નવી દિશા આપશે. આજના અંકનો સ્વામી ગુરુ અને ભાગ્યનો સ્વામી બુધ અને આ અંકનો સ્વામી મંગળ ઉચ્ચ અધિકારીઓની મદદથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય – મંગળ પેટની બીમારીની શક્યતા આપી શકે છે. મસૂર અને ગોળનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.