આ ચૈત્ર નવરાત્રિ પર જરૂર કરો વાસ્તુના આ સરળ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ.

0
495

આ ઉપાય કરવાથી વરસે છે દેવી લક્ષ્મીની કૃપા અને ઘરમાં વધે છે ધન અને વૈભવ.

નવરાત્રીનો તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના 9 દિવસ સુધી માં દુર્ગાના ભક્તો ઉપવાસ રાખે છે અને પૂજા અર્ચના કરે છે.

ચૈત્ર પ્રતિપદા (એકમ) તિથિએ કળશ સ્થાપન કરવામાં આવે છે અને અષ્ટમી અને નવમી તિથિના રોજ કન્યા પૂજન પછી ઉપવાસ તોડવામાં આવે છે. આ વખતે માતા આદિશક્તિની આરાધનાનો તહેવાર 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ઉજવાશે. વ્રત અને પૂજાની સાથે નવરાત્રિનો આ તહેવાર વાસ્તુ દોષોને દૂર કરવાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસોમાં વાસ્તુના કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આવો જાણીએ આ વાસ્તુ ઉપાયો વિશે.

ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ કળશ સ્થાપના સાથે થાય છે. નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના કરતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખો. ઇશાન કોણમાં એટલે કે ઉત્તર-પૂર્વ ખૂણામાં કળશની સ્થાપના કરો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશા પૂજા માટે સૌથી શુભ અને શ્રેષ્ઠ છે, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ચૈત્ર નવરાત્રિમાં અખંડ જ્યોતનું પણ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અખંડ જ્યોતને આગ્નેય કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી પરિવારના સભ્યોના રોગો દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના આખા 9 દિવસ સુધી, ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ આવતા દેવી લક્ષ્મીના ચરણ નિયમિતપણે બનાવો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરમાં ધન અને વૈભવ વધે છે.

જો તમે બિઝનેસમેન છો તો ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય અવશ્ય અપનાવો. એક કળશમાં પાણી ભરો અને તેમાં લાલ અને પીળા ફૂલ મૂકો. નવરાત્રિ દરમિયાન વેપારીઓએ આ કલશ તેમની ઓફિસ કે દુકાનના મુખ્ય દ્વાર પર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ તરફ દોરી જશે.

જે ઉપાસકો ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખે છે અથવા પ્રાર્થના કરે છે, તેઓએ અષ્ટમી અથવા નવમીના દિવસે ઘરે કન્યા પૂજા કરવી જોઈએ. છોકરીઓને ભોજન કરાવતી વખતે તેમને ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેસાડીને તમારી ક્ષમતા અનુસાર ભોજન કરાવો. આમ કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

કળશ સ્થાપન માટે શુભ સમય :

ચૈત્ર કળશ સ્થાપનાનો શુભ સમય : 2 એપ્રિલ 2022, શનિવાર સવારે 06:10 થી 08:29 સુધી

કળશ સ્થાપનનું અભિજિત મુહૂર્ત : 2 એપ્રિલ 2022, શનિવાર બપોરે 12:08 થી 12:57 સુધી રહેશે.

પ્રતિપદા તિથી શરૂઆત : 1 એપ્રિલ 2022, સવારે 11:53 થી

પ્રતિપદા તિથી સમાપ્ત : 2 એપ્રિલ, 2022, સવારે 11:58 વાગ્યે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.