આ રાશિના નોકરી ધંધાવાળા લોકો માટે 2022 સફળતાઓથી ભરપુર રહેવાનું છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
નવું વર્ષ મીન રાશિ વાળા માટે મિશ્ર રહેવાનું છે. વર્ષની શરુઆતમાં કૌટુંબિક ઝગડાથી પરેશાન રહેવાના છો. જેથી મન અશાંત રહેશે. બિઝનેસ કરવા વાળાને આર્થિક લાભની તક મળશે. બૃહસ્પતિ (ગુરુ) વક્રી હોવાથી પતિ પત્ની વચ્ચે આંતરિક સંબધ સારા રહેશે. આવો વિસ્તારથી જાણીએ કે મીન રાશિ વાળા માટે 2022 કેવું રહેશે?
મીન લવ લાઈફ : લવ લાઈફ માટે 2022 સુખ આપવા વાળું સાબિત થશે. નવા પરણિત જોડાઓને સંતાન સુખ મળશે. અને પ્રેમી લોકોની લવ લાઈફમાં ઉતાર ચડાવ આવશે. લવ પાર્ટનર સાથે ઝગડા ટાળવા પડશે. નવા સાથીનો પુષ્કળ પ્રેમ મળશે.
મીન કારકિર્દી રાશિફળ : નોકરી ધંધા વાળા માટે 2022 સફળતાઓથી ભરપુર રહેવાનું છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સાથે જ અધિકારીઓનો સહકાર મળશે. બિઝનેસમેન માટે આવકની નવી તકો ઉભી થશે. ધન લાભની પણ પ્રબળ સંભાવના છે. નવા કામની શરુઆત માટે નવું વર્ષ શુભ રહેશે.
મીન આર્થિક રાશિફળ : આર્થિક બાબતોને લઈને નવું વર્ષ અનુકુળ રહેવાનું છે. શનિદેવને કારણે કેટલીક સ્થાઈ સંપત્તિના લાભના યોગ ઉભા થશે. આવકની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થશે. લાઈફ પાર્ટનર પાસેથી ધન લાભ થશે. તે ઉપરાંત નવા કાર્યથી પણ અચાનક ધન લાભ થશે.
મીન કૌટુંબિક જીવન : કૌટુંબિક જીવન માટે નવું વર્ષ સારું રહેવાનું છે. નવા વર્ષમાં કુટુંબનો પુષ્કળ સહકાર મળશે. તે ઉપરાંત ભાઈ બહેનો માટે પણ નવું વર્ષ સફળતાઓથી ભરેલું રહેવાનું છે. વર્ષની વચ્ચે માતા પિતાનું ધ્યાન રાખવું પડશે, નહિ તો સ્થતિ ગંભીર બની શકે છે.
(નોંધ : અહિયાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.