ચાતુર્માસ વિશેષ : આ એક તીર્થ યાત્રાથી મળે છે તમામ તીર્થોના દર્શનનું ફળ.

0
385

તમામ તીર્થના દર્શનનું ફળ મેળવવું હોય તો ચાતુર્માસમાં જરૂર કરો આ એક તીર્થની યાત્રા, જાણો કારણ.

સનાતન ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે. અષાઢ માસના સુદ પખવાડિયાની અગિયારસથી શરુ થઇ ચાતુર્માસ કારતક માસના સુદ પખવાડિયાની અગિયારસ સુધી રહે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ 2021 માં ચાતુર્માસ 20 મી જુલાઈના રોજ મંગળવારથી શરૂ થઈ ગયો છે.

પૌરાણીક કથાઓ મુજબ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે અને આ સમય દરમિયાન સૃષ્ટિનું સંચાલક ભગવાન શિવ કરે છે. આ સમય દરમિયાન માંગલિક કાર્ય જેવા કે લગ્ન વગેરે પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહે છે. આ સમયગાળામાં કરવામાં આવેલા ધર્મ કર્મનો લાભ કેટલાય ગણો વધુ અને જલ્દી પ્રાપ્ત થાય છે.

તેથી જો તમે ચાતુર્માસ દરમિયાન કોઈ તીર્થ યાત્રા ઉપર જવાનું આયોજન બનાવી રહ્યા છો, તો બ્રજધામની યાત્રા જરૂર કરો કેમ કે આ સમયગાળામાં બ્રજધામની યાત્રા કરવી કોઈ પણ બીજા તીર્થથી વધુ શુભ ફળ આપે છે. માન્યતા છે કે, આ સમય દરમિયાન તીર્થરાજ પ્રયાગરાજ પણ બ્રજધામના દર્શન માટે આવે છે.

ખાસ કરીને તેની પાછળ પૌરાણીક કથા રહેલી છે. તે કથા કઈ છે? અને ચાતુર્માસમાં બ્રજધામની યાત્રાને વિશેષ કેમ માનવામાં આવે છે? તેના વિષે આજે અમે તમને આજના આ લેખમાં જણાવીશું.

ચાતુર્માસમાં બ્રજધામના દર્શનના મહત્વ સાથે જોડાયેલી પૌરાણીક કથા :

ભગવાન વિષ્ણુ પ્રયાગરાજને તમામ તીર્થોના રાજા જાહેર કરી દે છે. અને સમય પસાર થતા તીર્થરાજ પ્રયાગરાજની અંદર આ વાતનું અભિમાન આવી જાય છે કે તે સર્વશ્રેષ્ઠ છે. તેથી નારદજીની સલાહ ઉપર પ્રયાગરાજ એક વખત તમામ તીર્થોને ભોજનનું નિમંત્રણ આપે છે. પણ આ ભોજન સમારંભમાં બ્રજધામ નથી આવતા. પ્રયાગરાજને અનુભવ થાય છે કે, બ્રજધામે તેમનું અપમાન કર્યું છે. તેથી પ્રયાગરાજ પ્રતિશોધની ભાવનાથી તમામ તીર્થોની સાથે મળીને બ્રજધામ ઉપર આ કર મણ કરી દે છે પણ તેમની હાર થાય છે.

હાર્યા પછી પ્રયાગરાજ તમામ તીર્થો સાથે ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ તેમને એ જણાવે છે કે, ભલે પ્રયાગરાજ તમામ તીર્થોના રાજા હોય પણ બ્રજધામમાં ભગવાન વિષ્ણુ પોતે વાસ કરે છે, તેથી પ્રયાગરાજ બ્રજધામના ન તો ક્યારેય રાજા હતા અને ન તો ક્યારેય થઇ શકે છે.

ભગવાન વિષ્ણુ પ્રયાગરાજને એ પણ જણાવે છે કે, શ્રીહરી વિષ્ણુનું નિવાસ સ્થળ હોવાને કારણે જ બ્રજધામ ઉપર આ કર મણ કરવા વાળાને હાર મળવી નક્કી છે. પ્રલય કાળમાં પણ ક્યારે પણ બ્રજધામનો નાશ નથી થતો.

પ્રયાગરાજ સહીત તમામ તીર્થ ભગવાન વિષ્ણુ પાસે એ કાર્ય માટે ક્ષમા માંગે છે અને આ પાપ માંથી મુક્તિનો ઉપાય પૂછે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ પ્રયાગરાજ સહીત બીજા તીર્થોને પ્રશ્ચાતાપ માટે દર વર્ષે અષાઢ સુદ પખવાડિયાની અગિયારસથી કારતક સુદ પખવાડિયાની અગિયારસ સુધી એટલે ચાતુર્માસ દરમિયાન બ્રજધામમાં નિવાસ કરવાનો આદેશ આપે છે

ત્યારથી લઇને આજ સુધી ચાતુર્માસના સમયગાળામાં પ્રયાગરાજ સહીત તમામ તીર્થ સ્થળ બ્રજધામમાં વાસ કરે છે. અને માન્યતાઓ મુજબ જે પણ વ્યક્તિ આ સમયગાળામાં બ્રજધામની તીર્થયાત્રા કરે છે, તેમને તમામ તીર્થોના દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.