પાંડવો કપટથી જુગારમાં બધું હારી રહ્યા હતા, છતાં પણ કૃષ્ણ બહાર ઉભા રહીને કેમ બધું જોતા રહ્યા જાણો રહસ્ય. આપણે બધાએ સાંભળ્યું છે અને વાચ્યું છે કે આ દુનિયાનું ઈશ્વર સંચાલન કરે છે. ઈશ્વરની ઈચ્છા વગર આ સંસારમાં એક પાંદડું પણ નથી હલી શકતું. તો પછી કેમ સંસારમાં પાપ વધી રહ્યા છે? કેમ અનીતિ થઇ રહી છે? ત્યાં સુધી કે મહાભારત કાળમાં તો ભગવાન સ્વયં જ પાંડવોના મિત્ર હતા, તેમ છતાં પણ પાંડવોને તેનો અધિકાર પ્રાપ્ત કરવા માટે તેમને એટલો સંઘર્ષ કેમ કરવો પડ્યો? આવો આ પ્રશ્નો વિષે જાણીએ સ્વયં શ્રીકૃષ્ણ દ્વારા તેના મિત્ર ઉદ્ધવને કહેવામાં આવેલી વાતો.
ઉદ્ધવે શ્રીકૃષ્ણને પૂછ્યા ખુંચે તેવા પ્રશ્ન : ઉદ્ધવ ગીતા (ગીતાનું જ એક રૂપ, જેને કાન્હાના મિત્ર ઉદ્ધવે લખ્યું છે) નો એક પ્રસંગ છે, જેમાં ઉદ્ધવ ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે કૃષ્ણ તમે તો પાંડવોના સખા હતા, તમે દરેક દુઃખ અને સમસ્યામાં તેમને સાથ આપવાની વાત કરતા હતા, તેમ છતાં પણ તમે કેમ તેને જુગારમાં હારવા દીધા? કેમ તમે દ્રૌપદીને ભરી સભામાં અપમાનિત થવા જવા દીધી? કહે છે કે તમે દ્રૌપદીના ચીર હરણ થવા ન દીધા, એક સ્ત્રીનું ભરી સભામાં આટલું અપમાન થયા પછી તમે બચાવી કૃષ્ણ? એટલું કહીને ઉદ્ધવનું ગળું રૂંધાઇ ગયું.
કાન્હાએ સમજી ઉદ્ધવની પીડા : પોતાના મિત્ર ઉદ્ધવની વાત સાંભળીને કાન્હો હસીને બોલ્યો, ઉદ્ધવ હું ખરેખર પાંડવોની સાથે હતો. મેં હંમેશા તેમનું હીત કરવા માગ્યું. હું હંમેશા મારા દરેક ભક્ત સાથે રહું છું. મારી ઉપસ્થિતિ ઉપર સંદેહ ન કરો અને ન તો મારી નિયત ઉપર. ઉદ્ધવ. યુધીષ્ઠીર અને દુર્યોધનમાં માત્ર એક જ અંતર હતું. જે કારણ ખોટા રસ્તે થઈને પણ દુર્યોધન જીત્યો અને યુધીષ્ઠીર હારી ગયા.
ઉદ્ધવે પૂછ્યો આગળનો પ્રશ્ન : ઉદ્ધવે કહ્યું, કૃષ્ણ જો તમે યુધીષ્ઠીર સાથે હતા, તો તેને કોઈ બીજી વસ્તુની શું જરૂર હતી? અને ખરેખર તે અંતર શું હતું? એટલે કાનો કહે છે, ઉદ્ધવ એ અંતર વિવેકનું અંતર હતું. દુર્યોધનને જુગટું રમતા નોહતું આવડતું પરંતુ તેણે પોતાના વિવેકનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તેની તરફથી શકુની રમશે. તે રમત પાંડવોને પણ ન આવડતી હતી પરંતુ તે સ્વયં રમવા લાગ્યા. વિધારો જો યુધીષ્ઠીર તેના વિવેકનો ઉપયોગ કરીને કહ્યું હોત કે તેની તરફથી હું રમત રમીશ, તો પાસા શકુનીની મુજબ આવતા કે મારા મુજબ?
તો તમે પાસા કેમ ન પલટ્યા? ઉદ્ધવ શ્રીકૃષ્ણને કહે છે કે ચાલો માની લઈએ પાંડવોએ તમને ક્રીડામાં સમાવેશ નહોતો કર્યો તો શું તમે તમારી શક્તિથી પાસા પલટી શકતા ન હતા? તેના ઉપે કાન્હા કહે છે, ઉદ્ધવ હું એવું કરી શકતો હતો. પરંતુ હું કરું કેવી રીતે? પાંડવોએ મને મારી પ્રાર્થનામાં બાંધી લીધો હતો. તે દ્રુત ક્રીડા મારાથી છુપાઈને રમવા માંગતા હતા. તેમને લાગતું હતું કે મને ખબર નહિ પડે કે તે લોકો અંદર શું કરી રહ્યા છે. તેમણે મને મારી પ્રાર્થનામાં બાંધીને કહ્યું, જ્યાં સુધી તમને બોલાવવામાં ન આવે ત્યાં સુધી તમે અંદર ન આવશો. હવે જણાવો હું અંદર કેવી રીતે આવું?
તો કેમ ન અટકાવ્યું દ્રૌપદીનું અપમાન? હવે ઉદ્ધવ આગળ કહે છે, કૃષ્ણ અમે જાણ્યું તમે અંદર નહોતા આવી શકતા પરંતુ જે સમયે દ્રૌપદીને અપમાનિત કરીને સભામાં લાવવામાં આવી રહી હતી અને પછી ભરી સભામાં તેનો શીલ ભંગ કરવામાં આવ્યો ત્યારે તમને તમારી શક્તિ કેમ ન દેખાડી? તેના ઉપર કાન્હાએ કહ્યું, ઉદ્ધવ દ્રૌપદીએ પણ તો મને બોલાવ્યો ન હતો. જયારે તેને અપમાનિત કરીને તેના કક્ષ માથી સભા સુધી લાવવામાં આવી તો તે તેના પુરા સામર્થ્ય સાથે ઝઝુમતી રહી પરંતુ તે પણ મને ભૂલી ગઈ હતી. જયારે તેને લાગ્યું કે હવે વાત કાબુ બહાર છે ત્યારે સભાની વચ્ચે મને બુમ મારી અને હું તરત હાજર થઇ ગયો.
કેમ પાંડવોને ભૂલ કરતા ન અટકાવ્યા? ઉદ્ધવ આગળ પ્રશ્ન પૂછે છે, તો કૃષ્ણ એ જણાવો કે તમે પાંડવોને ભૂલ કરતા કેમ ન અટકાવ્યા? સમજ્યા કે પ્રાર્થનામાં બંધનને કારણે તમે તેને જીતાડી ન શકતા હતા. તો તમે તેને ભૂલ કરવાથી કેમ ન અટકાવ્યા? તેના ઉપર કાન્હા કહે છે, ઉદ્ધવ હું પણ થોડા નિયમોમાં બંધાયો છું. જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, તે જીતે છે. દ્રુત ક્રીડા દરમિયાન પણ પાંડવ તેના ભાગ્યને દોષ આપતા રહ્યા, એક વખત પણ યાદ કરતા કે કૃષ્ણ મદદ કરો અને ત્યારે હું તેની મદદ ના કરું, તો મારી ભૂલ ગણાય ઉદ્ધવ.
તો તમે માત્ર ધ્યાન રાખવા માટે છો? ઉદ્ધવ કૃષ્ણને પૂછે છે કે જો બુદ્ધી જ સંપૂર્ણ છે, તો પછી તમે દરેક વ્યક્તિ સાથે માત્ર તેના કર્મોના લેખા જોખા રાખવા માટે રહો છો? શું તમારા ભક્તને ખોટા કાર્ય કરવાથી અટકાવવા તમારું દાયિત્વ નથી? તેના ઉપર કાન્હો કહે છે, ઉદ્ધવ જે સમયે બધા લોકો કોઈ પણ કાર્ય કરતી વખતે એ વાતનું ધ્યાન રાખશે કે હું તેમની સાથે છું અને બધું જોઈ રહ્યો છું. તો તમે જ જણાવો ઉદ્ધવ એ જાણીને તે કોઈ ખોટા કાર્ય કરી શકશે શું? માણસ ખોટા કાર્ય ત્યારે કરે છે, જયારે દુનિયાદારીમાં ખોવાઈને તે મને ભૂલી જાય છે અને મારી ઉપસ્થિતિને ધ્યાન બહાર કરી દે છે.
મળી ગયા મારા પ્રશ્નોના જવાબ : કાન્હાની વાત સાંભળીને ઉદ્ધવ બોલ્યા, તમે ઘણી ઊંડી વાત કરી છે કૃષ્ણ. એ સાચું છે કે જયારે દરેક પણ વ્યક્તિના મનમાં એ ભાવ રહે છે કે તમે તેની સાથે છો અને તેના દરેક કાર્ય જોઈ રહ્યા છો, તો તે કોઈ ખોટું કામ કરી જ નહિ શકે. પછી જયારે ખોટું કામ નહિ કરે તો ખરાબ પરિણામ કેમ ભોગવવા. હું તમારો મારા પ્રશ્નોના જવાબ આપવા માટે આભાર માનું છું કૃષ્ણ.
આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.