થોડુંક શીખી લો :
– “મેહુલ” સુભાષ ઉપાધ્યાય.
પરાણે હસવા કરતાં એક વાર રોઈ લો
આંસુઓ લુછસે કોણ એ પણ જોઈ લો
મતલબી દુનિયામાં દે છે સાથ જોઈ લો
સ્વાર્થની દુનિયાના હા રંગ રૂપ જોઈ લો
સાચી ચાહત કરે છે કોણ ખુદ જોઈ લો
અંતિમ ક્ષણ સુધીના સાથી ને જોઈ લો
વાદાના ઉપહાર દેનારા સૌ એ જોઈ લો
જુઠા આશ્વાસન દે છે કોણ એ જોઈ લો
સાચા મિત્રોને પારખતાં સદા જાણી લો
દૂરગામી અસરની સંવેદનાને જાણી લો
મઝધારેથી મંઝિલને શોધવું શીખી લો
જિંદગીમાં ધ્યેય સિધ્ધ કરવું શીખી લો.
“મેહુલ” સુભાષ ઉપાધ્યાય, ઓક્ટોબર/૨૩/૨૦૨૧
(સાભાર સુભાષચંદ્ર ચુનીલાલ ઉપાધ્યાય, અમર કથાઓ ગ્રુપ)