આ મંદિરમાં વિરાજમાન છે માતા સતીનું અલૌકિક રૂપ.

0
515

હરિદ્વારના ત્રણ શક્તિપીઠોમાંથી એક છે માયા દેવી મંદિર, અહીં જોવા મળે છે માતાનું અલૌકિક સ્વરૂપ. મોક્ષની નગરી હરિદ્વારમાં ‘માયા દેવી મંદિર’ (માયા દેવી શક્તિપીઠ) એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. આ મંદિર ભારતના પ્રાચીન મંદિરો માંથી એક છે. માયા દેવીને માતા સતીનું એક સ્વરૂપ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે માયા દેવીના આ મંદિરનું નિર્માણ 11 મી સદીમાં થયું હતું.

હરિદ્વારનું માયા દેવી શક્તિપીઠ 51 શક્તિપીઠો માંથી એક છે. આ શક્તિપીઠ સતી અને શિવના પ્રેમની પણ સાક્ષી છે. એવું કહેવામાં આવે છે કે અહિયાં માતા સતીની નાભી પડી હતી. આવો આજે આ લેખમાં તમને હરિદ્વારના ‘માયા દેવી મંદિર’ વિષે જણાવીએ.

મંદિરના વિષયમાં આ કથા છે પ્રસિદ્ધ : પૌરાણીક કથાઓ મુજબ એક વખત દેવી સતીના પિતા દક્ષેસ્વરે એક યજ્ઞનું આયોજન કર્યું. દક્ષેસ્વરે આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા, પરંતુ તેમણે ભગવાન શિવને યજ્ઞમાં આવવાનું આમંત્રણ ન આપ્યું. પિતાના યજ્ઞમાં તેના પતિને ન બોલાવવાથી અપમાનિત સતીએ કુંડમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.

ત્યારે ભગવાન શંકર માતા સતીના મૃત શરીરને લઈને આખા બ્રહ્માંડમાં ફરી રહ્યા હતા. એટલે ભગવાન શિવજીના વિયોગને દુર કરવા માટે સુદર્શન ચક્રથી સતીના મૃત શરીરના 51 ભાગ કરી દીધા. આ ભાગ ધરતી ઉપર જ્યાં જ્યાં પડ્યા, ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઇ. માનવામાં આવે છે કે આ મંદિર જ્યાં ઉભું છે, ત્યાં સતીના મૃત શરીરની ‘નાભી’ પડી હતી. પાછળથી આ સ્થાન ઉપર માયા દેવીનું મંદિર બનાવવામાં આવ્યું.

આવું છે માતાનું સ્વરૂપ : માયા દેવની મંદિરમાં આમ તો બધું જ ઘણું વિશેષ છે, પરંતુ આ મંદિરમાં દેવીની મૂર્તિ સૌથી વધુ આકર્ષક છે. મંદિરમાં દેવીની મૂર્તિને ચાર ભુજા અને ત્રણ મોઢા છે. માતાની મૂર્તિની ડાબી તરફ દેવી કાળી અને જમણી તરફ દેવી કામાખ્યાની મૂર્તિ છે. હરિદ્વારના ત્રણ શક્તિપીઠ માંથી ‘માયા દેવી મંદિર’ એક છે. બે બીજા શક્તિપીઠ ચંડી દેવી અને મનસા દેવી છે. પ્રાચીન કાળથી જ માયા દેવી મંદિરમાં દેવીની પીંડી બિરાજમાન છે.

આ મંદિરમાં 18મી સદીમાં દેવીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ધાર્મિક અનુષ્ઠાન સાથે જ તંત્ર સાધના પણ આ મંદિરમાં કરવામાં આવે છે. માયા દેવી શક્તિપીઠ હરિદ્વાર રેલ્વે સ્ટેશનથી માત્ર 2 કી.મી. ના અંતરે આવેલું છે. અહિયાં તમે ઓટો, રીક્ષા અને ટેમ્પોથી સરળતાથી પહોચી શકો છો.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.