આ સુંદર કવિતામાં કવિએ ‘સંબંધ’ નું જે વર્ણન કર્યું છે તે તમને ખુબ ગમશે, 2 મિનિટનો સમય કાઢીને વાંચજો જરૂર.

0
700

સંબંધ તો ખરો :

વાદળ અને ઝાકળ માં, સંબંધ તો ખરો,

આમાંય રહયું પાણી, એમાંય રહ્યું પાણી,

જન્મ -મ-રુ ત્યુ વચ્ચે, અનુબંધ તો ખરો,

આમાંય રુદન આવે, એમાંય રુદન આવે.

પ્રેમ-પંથ થોડો, સ્વછંદ તો ખરો,

લઇ ને ન પાછું આપે, દઈ ને ન પાછું માંગે.

ઈશ્વરે કર્યો છે, પ્રબંધ તો ખરો ,

થોડો ‘ગુજારા ‘માટે, થોડો ‘ઉગારા’ માટે.

વહેંચાયો છે દુનિયા માં, આનંદ તો ખરો,

થોડો અમારા ભાગે, થોડો તમારા ભાગે.

સમાજ માં જરૂરી, સેતુ-બંધ તો ખરો,

ક્યારેક ‘અમન ‘માટે, ક્યારેક ‘ગમન’ માટે.

મૂકી ને જુવો, એવો પ્રતિબંધ તો ખરો,

મંદિર માં જે ના વાવે, મયખાને તે ન આવે.

જનતા એ કર્યો એને, પસંદ તો ખરો,

‘માને ‘તો ‘સેવા ‘માટે, ‘માણે ‘તો ‘મેવા’ માટે’

હૈયા માં હજુ એ છે, ‘ઉછરંગ ‘ તો ખરો,

કોઈ ને ‘પિયુ’ માટે, કોઈ ને ‘પ્રભુ’ માટે.

પ્રભુ તું ખરેખર નો, ‘નિર્બન્ધ’તો ખરો,

મથુરા ‘તુરંગ’ માટે, વેદો ના ‘ગ્રન્થ’ માટે.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)