‘આભ માં ઉગેલ ચાંદલો’ – દેશના વીર શિવાજી મહારાજના જન્મની આ સ્ટોરી દરેકને ખબર હોવી જ જોઈએ.

0
573

ઘણા ઓછા લોકોને જાણ હશે કે માતા જીજીબાઈ અને પિતા શાહજીના પુત્ર શિવાજીનો જન્મ ૧૯, ફેબ્રુઆરી ૧૬૩૦ નાં રોજ રાત્રે થયેલો. પરંતુ એ સત્પુરુષનો જન્મ કેવી સ્થિતિમાં થયેલો અને તેની માતાએ કેવા પાઠો ભણાવેલાં એનું વર્ણન કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડામાં વર્ણવ્યું છે.

એવું બને છે કે બાદશાહની સેના એક રજવાડાં ઉપરહુ મલો કરે છે, વિશાળ સેના હોવાથી એ નાનું રજવાડું તેની સેના સામે લ ડવા સક્ષમ નથી હોતું. તેથી બંને જણા ત્યાંથી નીકળી જવાનું વિચારે છે, આદેશ મુજબ દરવાજા ખોલાય છે અને બંને જણા પોતપોતાનાં ઘોડા લઈને બહાર નીકળી જાય છે. દરવાજા ફરી બંધ થઈ જાય છે.

બહાર નીકળે છે ત્યાં તો લાખોની સેના મીટ માંડીને બેઠી હોય છે. આગળ બંને ઘોડેસવાર અને પાછળ સેના. સેનાનો બસ એક જ ઉદ્દેશ હતો કે બંને યુગલને મા રીના ખવામાં આવે. અને જો ના મા રે તો બાદશાહ સેનાપતિને મા રીનાંખે એમ હતા. સૌના હથિ આરનું નિશાન બસ આ બે ઘોડેસવાર જ હતા.

પાઘડધામ પાઘડધામ કરતા ઘોડા દોડતા હતા, એવામાં એક સાંકડું નાળુ આવ્યું. એ નાળામાં એક તરફી જ રસ્તો હતો. કાંટાળી ઊંચી બે માથોડા જેવડી વાડ, એવામાં સામેથી બોરડીના કાંટા ભરેલું ગાડું આવતું હતું, તેથી ઘોડો આગળ દોડાવવો શક્ય નહોતો, પાછળ બાદશાહની સેના ખૂબ જ નજીક આવી ગઈ હતી. ત્યારે આગળનો અસવાર બોલ્યો જેટલાને મા રીશકીએ એટલાને મા રીયે અને છેલ્લે નહીં પહોંચી વળિયે તો મ રીજાશું પણ અહીં ઉભા રહી જઈએ.

ત્યારે પાછળનો અસવાર કહે છેમા રવું પણ નથી અનેમ રવું પણ નથી, ઉભું પણ નથી રહેવું. મા રવાના, મ રવાના, ઉભા રહેવાના, પાછા પડવાના અને નીકળી જવાના યોગ્ય ટાણા હોય. ત્યારે પાછળનો અસવાર કહે છે કે તમારો ઘોડો થોડો એકબાજુ રાખો તો હું મારો ઘોડો કુડાવી દઉં.

આગળનો ઘોડેસવાર એક બાજુ રહ્યો અને પાછળના અસવારે ઘોડાને થપાટ મારી અને ઘોડો કાંટા ભરેલું ગાડું કૂદી ગયો. અને પાછળનો અસવાર પણ થોડો પાછો જઈ થપાટ મારી ઘોડો કુદાવી ગયો. જાણો છો પહેલો ઘોડો કોણે કુદાવ્યો? સાહેબ!, એ પહેલો ઘોડો આ ભારત દેશની આર્યનારીએ કુદાવ્યો. એમ એક રાતમાં અઢીસો કિલોમીટરનું અંતર કાપ્યું. પાછળ સેના અવિરત ચાલી આવે છે.

આટલું અંતર કાપ્યા પછી પહેલો ઘોડો કુદાવનારી સ્ત્રી પોતાના પતિને કહે છે કે મારાથી હવે વધુ ઘોડા ઉપર નહીં બેસાય, તમે ચાલ્યા જાઓ. ત્યારે એ બીજો ઘોડેસવાર પૂછે છે કારણ શું? ત્યારે એ દેશની નારી કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે. તમને માતાજીનાં સોગંધ તમે નીકળી જાઓ. ત્યારે એ પુરુષ, એ ઘોડેસવાર માતાજીનાં સોગંધથી બંધાઈને આગળ નીકળી જાય છે અને એ દેશની નારી થોડી આગળ જતાં ત્યાં એક ડુંગરા પાસે પોતાનો ઘોડો થોભાવે છે. પાછળ સેનાપતિ અને બાદશાહની સેના તેને આંબી જાય છે.

એક હાથમાં ભાલો અને બીજો હાથ પેટ ઉપર રાખીને એ દેશની સ્ત્રીને ઘોડેથી ઉતરતા જુવે છે ત્યારે એ સેનાપતિ બોલી ઉઠે છે, યા અલ્લાહ હું આ શું જોઈ રહ્યો છું? આ દેશની નારીની આ તાકાત? હાથમાંથી તમામ શ સત્રો જમીન ઉપર પડી જાય છે અને સેનાને આદેશ આપે છે કે દેશની આ સિંહણને કોઈ હાથ ના લગાવતાં, એ વિફરશે તો કેટલાંયે હોમાઈ જશે. અને એ સેનાપતિ ત્યારે આ ભારત દેશની નારીને સલામ કરીને એટલું બોલેલો કે પુરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય અને તો’યે અઢીસો કિલોમીટરનું અંતર કાપી શકે એ માત્ર હિન્દુસ્તાનની નારી જ કરી શકે એવી તાકાત કોઈ અન્ય નારી પાસે ના હોય.

એ નારી જેમ જેમ આગળ ડગલાં ભરે એમ એમ એ લાખોની ફોજ તેને સેનાપતિના હુકમથી આગળ જવાનો માર્ગ કરી આપે છે. ભાલાને ટેકે એ ડુંગરો ચડે છે. અને શિવલહેરીનાં કિલ્લા તરફ પ્રયાણ કરે છે. એ દ્રશ્ય જોઈને બાદશાહનો સેનાપતિ એ સ્ત્રીને સલામ કરે છે અને કહે છે બેન હું બાદશાહનો સેનાપતિ છું તારે જરૂર હોય તો હું સો સૂયાણી બોલાવી દઉં પણ તને કંઈ થઈ જશે તો મારી જાતને માફ નહીં કરી શકું.

ત્યારે એ સ્ત્રી એટલું જ કહે છે કે નથી જરૂર સૂયાણીની, હું સક્ષમ છું, બસ તમે યુ ધમાટે તૈયાર રહેજો. ત્યારે સેનાપતિ વિચારે છે કે આ સ્ત્રી આવી હાલતમાં છે તો યુ ધકરશે કોણ? અને એ સ્ત્રી દાદર ચડીને સોળ સ્થંભ અને ત્રણ ઘુમ્મટનાં શિવનાં મંદિરમાં પ્રવેશીને મંદિરના દ્વાર બંધ કરે છે. પરિણામને જોવા ચારેય બાજુ સેના પથરાયેલી છે.

થોડી વાર થઈ ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હું…આ… હું…આ… હું…આ… સેનાપતિ ખુશ થઈ ગયો અને પૂછ્યું બેન દીકરો કે દીકરી ત્યારે એ લો હીથી લથપથ સ્ત્રી જવાબ આપે છે તમારું મો તતમારો કાળ શિવાજી જન્મ્યો છે. સેનાપતિ કહે છે કે મારે એકવાર એનું મોઢું જોવું છે, જેની મા આટલી શૂરવીર હોય એનો દીકરો કેવો હશે ત્યારે એ વિરાંગના કહે છે કે અઢાર વરહની વાટુ જુવો જ્યારે એ ખંજર લઈને તમારી છાતીમાં ભોંકે ત્યારે એનું મોઢું જોઈ લેજો. અત્યારે મારાં શિવાનું મોઢું જોવાનો તમારો વખત નથી…

અને ત્યારે શ્રી ઝવેરચંદ મેઘાણી લખે છે કે,

આભમાં ઉગેલ ચાંદલો’ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ.

બાલૂડાંને નિંદરુ ના’વે,

માતા જીજાબાઈ ઝુલાવે…!!

(લેખકનું નામ જ્ઞાત નથી પણ વાંચીને શેર લોહી ચડે એવી વાત ઘરે ઘરે વંચાવી જ જોઈએ)

– સાભાર શૈલેષ મિસ્ત્રી (અમર કથાઓ ગ્રુપ)