આચાર્યએ પૂછ્યું ભગવાન અને દેવી જુદા કેમ? પછી માલધારીએ જે જવાબ આપ્યો તે જાણવા જેવો છે.

0
820

મથુરાના રાજા થ્યા છો, ગોવાળો ને ભૂલી ગ્યા છો !

આચાર્ય રજનીશની એક સત્સંગ શિબિર તુલસી શ્યામમાં પણ થયેલી.

શ્યામ અને રુક્મણિ ના મંદિર જુદા જોઈ ને ત્યાં ઢોર ચરાવતા ભરવાડને રજનીશે પૂછ્યું,

અરે ભાઈ આ ભગવાન અને દેવી જુદા કેમ?

એક નું મંદિર અહીંયા અને બીજા નું મંદિર ત્યાં બે કિલો મીટર દૂર, આમ કેમ?

માલધારી ચતુર હતો.

રજનીશ તરફ જોઈ બોલ્યો, રુક્મણિ દેવીનું મંદિર બરાબર જોવો.

એ જે ટેકરી પર છે તે જોવો. ત્યાં ઉભા રહી ને પણ જોવો ત્યાંથી બધું દેખાશે.

અને આ શ્યામ નું મંદિર તો પૂરેપૂરું દેખાશે.

તે મંદિરની આજુબાજુ થતી પ્રવૃત્તિ પણ દેખાશે.

મહારાજ શ્યામ આપડા ભગવાન પણ રુક્મણીના તો પતિ ખરાને !

ભક્તિ આપડે કરીએ રુકમણી તો પ્રેમ કરે છે, અને પ્રેમ કરતી પત્નીએ હંમેશા પતિ શું કરે છે તેની ખબર રાખવી જોઈએ.

આવી ખબર રાખવા દેવી રુક્મણિ આ ઉંચી ટેકરી ઉપર બેઠા છે.

લ્યો આ અમેય માલધારી અમારા ઢોર નું ધ્યાન રાખવા ઊંચા ટીમ્બે નથી બેસતા?

આ વાત પછી આચાર્ય રજનીશે પ્રેમ અને ભક્તિમાં શું તફાવત તે શિષ્યો ને સમજાવ્યો હતો.

સત્સંગ તુલસી શ્યામ માં હતો.

વાત – ભક્તિ સૂત્ર – રજનીશ

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)