અહીં છે રામ-સીતાનો અદભુત વિવાહ મંડપ.

0
434

રામ સીતા વિવાહ મંડપ, જ્યાં દર્શન માટે લાગે છે હજારો ભક્તોની ભીડ. જનકપુર માતા સીતાનું જન્મ સ્થાન છે. જનકની પુત્રી દેવી સીતાના લગ્ન ભગવાન રામ સાથે આ શહેરમાં થયા હતા. રામ-જાનકીના લગ્ન માગશર માસના સુદ પખવાડિયાની પાંચમ તિથીના દિવસે થયા હતા. આ દિવસને શ્રીરામ પંચમીના દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને અયોધ્યામાં ભગવાન રામ અને સીતાના લગ્ન જનકપુરમાં થયા હતા. વર્તમાનમાં તે નેપાળમાં આવેલું છે.

અહિયાં દર વર્ષ ભગવાન રામ-જાનકીના લગ્નનો ઉત્સવ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. અહિયાં ભારત અને નેપાળ ઉપરાંત બીજા દેશોના લોકો પણ દર્શન માટે આવે છે. દર વર્ષે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા માંથી જાન જનકપુર માટે રવાના થાય છે. તો આવો જાણીએ માતા સીતાની જન્મભૂમિ અને ભગવાન રામના સાસરીયા જનકપુર અને આસપાસના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો વિષે.

જાનકી મંદિર – રામ સીતાનું લગ્ન સ્થળ : પૌરાણીક કથાઓ મુજબ જનકપૂરોમાં રામ-સીતાના લગ્ન થયા હતા. ત્યાર પછી જાનકી મંદિર બનાવી દેવામાં આવ્યું. જાનકી મંદિર દેવી સીતાને સમર્પિત છે. આ મંદિરને જનકપુરધામના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને મધ્ય પ્રદેશના ટીકમગઢની રાણીએ 1911માં બનાવરાવ્યુ હતું. તેને બનાવવામાં લગભગ 16 વર્ષનો સમય લાગ્યો હતો. કહેવામાં આવે છે કે લગ્ન પહેલા માતા સીતા આ જગ્યાએ રહેતા હતા.

રામ મંદિર – 1700 વર્ષ જુનું આ મંદિર : રામ મંદિરને 1700 વર્ષ પહેલા ગોરખા જનરલ અમર સિંહે બનાવરાવ્યુ હતું. બીજા મંદિરોની જેમ આ મંદિરને પણ પૈગોડા શૈલીમાં બનાવવામાં આવ્યું છે. અહિયાં રામ નવમી અને દશેરા ઉપર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ થાય છે. રામ મંદિર અહિયાંનું સૌથી જુના મંદિરો માંથી એક છે.

રામ સીતા લગ્ન મંડપ – હજારો ભક્તોની રહે છે ભીડ : આ સ્થાન ઉપર ભગવાન રામ અને માતા સીતાના લગ્ન પૂર્ણ થયા હતા. આ મંડપમાં માતા સીતાના લગ્ન પારંપરિક રીતે જોઈ શકાય છે. લગ્ન પાંચમ તિથીના દિવસે થયા હતા. અહિયાં બનેલા મંદિરોમાં હજારો ભક્ત આવીને માતા સીતાના આશીર્વાદ લે છે. આ મંડપ પ્રાચીન કાળની વાસ્તુ કળાનો ઉત્તમ નમુનો રજુ કરે છે.

દોલખા ભીમસેન મંદિર – છત વગરનું છે આ મંદિર : ભીમસેન મંદિર ભીમેશ્વરના દોખલા બજારમાં આવેલું છે. આ મંદિર મુખ્ય શહેર જનકપુરથી લગભગ 107 કી.મી. ના અંતરે આવેલું છે. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભીમની છે. પાંડવોના પાંચ ભાઈઓ માંથી ભીમ યુધીષ્ઠીરના નાના બીજા નંબરના પાંડવ હતા. મંદિરની વિશેષ વાત એ છે કે તેની ઉપર છત નથી. ભીમની મૂર્તિ ત્રિકોણ આકારમાં છે અને તે પથ્થર માંથી બનેલી છે. મંદિરમાં ત્રણ અલગ અલગ દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. અહિયાં ભીમ ઉપરાંત માં ભગવતી અને ભગવાન શિવની મૂર્તિ છે.

ધનુષા ધામ ત્રણ ટુકડામાં વહેચાઈ ગયું હતું ભોલેનાથનું ધનુષ્ય : ધનુષા નેપાળનો એક મોટો જીલ્લો છે. વાલ્મીકી રામાયણ મુજબ ભગવાન રામે ભોલેનાથના ધનુષ્યની દોરી ખેંચી તો તે ત્રણ ટુકડામાં વહેચાઈ ગયું. ધનુષનો એક ભાગ ઉડીને સ્વર્ગ પહોચ્યો, તો બીજો ભાગ પાતાળમાં જઈ પડ્યો. જેની બરોબર ઉપર ધનુષ સાગર છે. ધનુષ સાગર જનકપુરથી 40 કી.મી.ના અંતરે આવેલું છે. અને ધનુષનો ત્રીજો ભાગ જનકપુર પાસે પડ્યો, જેને આપણે ધનુષા ધામના નામથી ઓળખીએ છીએ.

રત્ના સાગર મંદિર – ભગવાન રામ અને સીતાને સમર્પિત : ભગવાન રામ અને માતા સીતાને સમર્પિત છે આ મંદિર. પ્રાચીન સ્થળ લુમ્બીનીમાં આવેલું છે આ વિશાળ મંદિર. આ મંદિરનું નામ રત્ના સાગર રાખવામાં આવ્યું છે કેમ કે અહિયાં ચારે તરફથી સુંદર બગીચા અને એક પવિત્ર જળસ્ત્રોત રત્ના સાગરને ઘેરાયેલો છે. લુંબીની વાસ્તવમાં ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ છે. આ સ્થાન બૌદ્ધ ધર્મનું મોટું ધાર્મિક સ્થળ છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.