અહીં નાગ સ્વરૂપે બિરાજે છે ખેતલાઆપા, મંદિરમાં હરતા ફરતા દેખાય છે જીવતા નાગદેવતા, જાણો તેની રોચક વાતો

0
983

હમણા જીવતા નાગ દેવતા હરતા ફરતા જોવા મળે એવું એક માત્ર મંદિર તે કડૂકા, એક નહિ પણ અનેક નાગ હાલમા જોવા મળે છે, પણ તે પેલા ગામ વિશે જાણી લઈએ.

જસદણ તાલુકાના કડૂકા ગામનું વર્ણન કરવામાં આવે તો આ ગામની ચારે બાજુ પવિત્ર તિર્થધામો જ આવેલા છે. પૂર્વમાં બિલેશ્વર મહાદેવ અને હિગોલગઢ અભ્યારણ અને આલા ખાચરના માતાજી જે રાજ મહેલમાં છે, પશ્ચિમમાં મદાવેશ્વર મહાદેવ, ઉત્તરમાં ચોટીલા મા ચામૂડા, કડૂકાથી ત્રણ કિમી દૂર ભોયરામા પાડંવ સમયનું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે.

ધૌરઈ ગામમાં દક્ષિણમાં ધેલા સોમનાથ આમા તિર્થધામથી ઘેરાયેલ કડૂકા ગામમાં હાલ ખેતલિયા બાપાનું જૂન સ્થાન છે. જ્યાં હાલમા દાદા સ્વયમેવ હાજર છે. જે તમે આ ફોટા દ્રારા જોઈ શકો છો, હમણાં નાના બાળકો આ સાપને રમડતા નજરે ચડે છે, વકાતર કૂળના કૂલદેવ તરીકે પૂજાય છે. અહિ નાગ સ્વરૂપે બિરાજે છે ખેતલાદાદા, આ બીજે ક્યાંય જોવા નહિ મળે.

હવે વાત કરીએ ખેતલિયા બાપાની દંતકથાનુસાર કાનાભુવાથી શરૂ થાય કડુકા અને ધારૈઇ ગામ વચ્ચે ભગવતી ખોડીયારનું સ્થાનક આવેલ છે, પાંચ ગામના ભક્તો હતા પંચની ખોડીયાર તરીકે ઓળખાય કાનાભુવા ત્યાં રહેતા ભકતિમય જીવન જીવતાં કાનાભુવા બન્ને આંખે અંધ હતા, પરંતુ એમને એવું વરદાન હતું કે સવારે ઉઠતાની સાથે પથારીમાં હાથ ફેરવતાં તેમને એક રૂપીયો મળે છે..

વર્ષોના વહાણા પછી કાનાભુવા દેવલોક પામ્યા ત્યારે એવી લોકવાયકા અહી પ્રચલિત છે કે તેમની સ્મશાન યાત્રામાં ખુદ ખેતલિયા બાપા પણ નાગ સ્વરૂપે ગયેલા

પંરતુ સ્મશાને ડાઘુઓ જ્યારે ગામભણી પરત આવ્યા ત્યારે ખેતલિયા બાપાને ગામમાં પરત ફરવાનું આમંત્રણ ન આપતા, તે સ્મશાન જ રહ્યા.

અમુક સમય વિત્યા બાદ વાલાભુવાને પ્રેરણા થઇ અને ખેતલિયાબાપાએ સ્વપ્નામાં નિશાની આપી કે હું આ જગ્યાએ તમારી સામે આવીશ.

અને ઢોલ શરણાઈ સાથે બાપાના સામૈયાની તૈયારી કરી અને આપલે નિશાની પ્રમાણે બાપા ત્યાં હાજર થયા અને લોબડીમાં આસાન આપી બાપાને મઢમા લાવ્યા, આજે પણ એ જ બાપા શ્રદ્ધાળુઓને સહાય કરે છે અને ધારી મનોકામના પુરી કરે છે.

પોસ્ટ : વિરમદેવસિહ પઢેરીયા

– વિક ચૌહાણ, અમર કથાઓ ગ્રુપમાં કરવામાં આવેલી પોસ્ટ.