આજ મને સાંભરે મારૂ ઘર,
ઉંચા પડથાર અને પાણીયારૂ,
એક ઓસરી એ બે ઓરડા,
ફળીયુ જોને જાકમ જોળ,
રાંધણીયા મા ચુલા બે સળગે,
અને દીવડા નો છે પરકાશ,
ઓસરી મા તો ઢોલીયા ઢાળ્યા,
મેમાન નો જોને નહી પાર,
વઢીયારા બળદીયા ને બાંધ્યા છે,
ગમાણ કેરી જોને મોજાર,
ગાયુ ભેંશુ ના ઘરના દુજાણા,
વાછરૂ પારૂડા નો નહી પાર,
કાંબી ને કડલા છો ને રણકતા,
છોકરાવ રમે છે ભારોભાર,
ફળીયા મા તુલસી ના ક્યારા,
અને ગાર ગોરમટી થાય,
વાર તહેવારે મલક મળી ને,
ગીત ને હાલરડા ગવાય,
ગામ ને પાદર હીલોળા લેતી,
નદીયુ ના ગીતડા લખાય,
આ છે મારૂ ગામ અને ઘર,
એને જોઇ ને હૈયે ટાઢક થાય,
થાજો સૌ મહેમાન અમારા,
જેથી ગોવિંદના ગીત ગવાય…
વતનના વાયરા.
– સાભાર રમેશ વૈષ્ણવ (અમર કથાઓ ગ્રુપ)