“આજની ઘડી તે રળિયામણી” – નરસિંહ મહેતાએ લખેલું અદ્દભુત ભજન.

0
2226

શ્રીકૃષ્ણ પધારવાના છે, એવા સમાચાર સાંભળીને ગોપીઓનો ઉત્સાહ સમાતો નથી. શ્રીકૃષ્ણને આવકારવા તૈયારીઓ કરે છે. એનુ સુંદર વર્ણન નરસિંહ મહેતાએ આ ગીતમાં કર્યુ છે.

સખી આજની ઘડી તે રળિયામણી,

મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..

આજની ઘડી…

તરિયા તોરણ દ્વારે બંધાવીયે,

મોતીડે ચોક પુરાવીએ જી રે….

આજની ઘડી….

આલાલીલા વાંસ વઢાવીયે,

હે મારા વ્હાલાજીના મંડપ રચાવીયે જી રે….

આજની ઘડી….

પૂરો પૂરો સોહાગણ સાથિયો,

ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે….

આજની ઘડી….

ગંગા જમુનાના નીર મંગાવિયે,

હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે…

આજની ઘડી….

સહુ સખીઓ મળીને આવિયે,

હે મારા વ્હાલાજીના મંગળ ગવરાવીયે જી રે…

આજની ઘડી….

અતિ મીઠડા થકી થાય મીઠડો,

હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….

આજની ઘડી….

– નરસિંહ મહેતા.