માનો કે નહિ માનો, આજે પણ નાગકુળનો ઇતિહાસ આલેખાય છે, જાણો નાગમગા બારોટ વિષેની થોડી વાતો.

0
778

ભારત વર્ષ મા લગભગ બધી જ્ઞાતી ના વહીવંચા બારોટ હોય છે, અને એમાથી પહાડ સમુહ અને નાગ દેવતા ના પણ વહીવંચા હોય છે.

આ નાગો ની વસતી કચ્છ થી માંડી ને હાલાર પાંચાળ સોરઠ બરડો નાધેર પંચમહાલ સુઘી નાગજાતી યજમાનો વસે છે.

નાગકુળ ના બારોટ તેની પેઢી માંથી એકજવાર શીખ લેવા જાય, પણ તેની પેઢી ચાલે તયા સુઘી તેના યજમાનો આપી દયે છે.

નોંઘ : આજ પણ નાગજાતી ના બારોટ છે પણ નાગલોકો ની આજ્ઞાથી આવા પરીવાર જાહેર થતા નથી અજ્ઞાત રહે છે, અને તેને નાગમગા બારોટ કહે છે. જેની વેદ પુરાણ મહાભારત રામાયણ મા તેની નોંધ છે.

જયારે નાગમગા પોતાના યજમાનો પાસે જાય તયારે આવા દુહા બોલતા હોય,

“પહાડમગા પણ જાણજો નાગમગા નીરધાર

દેવવંશી આદર દીયે કહીયે વારંવાર.

ભુજંગે ભેરીયો મારીયો ફુકે દીધો ખાક

ગારુડી કે ગારીયા મણીધર મારે હાક”

પણ તયાતો સરમાળીયો, વાસુકી, સીંદુરીયો, ઘવલો, પીંગળ, તક્ષક, ધુડીયો, પંખાળા ફુફાઙા મારતા પોતાના પરીયાગત નુ સવાગત કરવા પોંહચી જાય છે.

કોઈ પણ ભૂલ ચૂક હોય તો જાણકાર જણાવી શકે છે. આભાર. જય માતાજી. જય માલબાપા.

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)