“આપણાથી થાય એટલું કરવાનું” વાંચો જીવનની ફિલસૂફીની ઉત્તમ રચના જે ઘણું બધું કહી જાય છે.

0
685

કાવ્ય યાત્રા :

જીવનની ફિલસૂફીની ઉત્તમ રચના

આપણાથી થાય એટલું કરવાનું

– અજ્ઞાત

પહેલાં તન તોડીને રળવાનું

પછી વિલ બનાવી વંહેચવાનું!

આયખું આખુ આમાં ખર્ચવાનુ,

એ પાછું ક્યાંથી મળવાનું?

એના કરતાં થાય એટલું કરવાનું.

પારિજાત ભરેલી રાત છું તો,

સવારે નિશ્ચિત છે ખરવાનું!

સમષ્ટિમાં નહીં પહોંચી વળાય,

આપણાથી થાય એટલું કરવાનું.

એક ઈશ્વર – એક નિયંતા,

શાને બીજાથી ડરવાનું?

ખાલી થયાની મજા છે અલગારી-

ઝાઝું ઝાઝું કાંઈ નહીં ભરવાનું.

આપણાથી, થાય એટલું કરવાનું..

ફરતું બ્રહ્માંડ, ફરતા નક્ષત્રો

આપણેય મોજમાં ફરવાનું!

ભીતર સ્થિર રહીને મહાલીએ,

બહાર – બીજાને નહીં નડવાનું.

આપણાથી થાય એટલું કરવાનું.

મોજમાં રહેવાનું, જોશમાં જીવવાનું,

ખાલી મો તઆવે ને ત્યારે જ મરવાનું!

રોજે રોજ ક્રોધ કે સંતાપ ત્યજીને,

જીવન જ અમૃત બને એમ ઠરવાનું,

આપણાથી, થાય એટલું કરવાનું.

નોંધ – આપનાં શબ્દોમાં યોગ્ય પ્રતિભાવ આપશોજી.

સંકલન – પારેખ લાલજીભાઈ. જ્ઞાનમંદિર વિદ્યાપીઠ તરઘરા (બોટાદ).