આપણી પરંપરાઓ – દેદો કૂટવો, શા માટે ગૌરીવ્રત કરતી કન્યાઓ દેદો કૂ ટે છે, જાણો દેદો કોણ હતો?

0
1190

મિત્રો, આજે પણ ધણા ગામમાં નાની છોકરીઓના જયારે ગૌરીવ્રત આવે છે, ત્યારે બધી દિકરીઓ ગામની બહાર નદી કાંઠે જઈને, રેતીમાં દેદાનું પૂતળું બનાવી, અથવા દેદાને મા રનારના ટીમા બનાવીને એને કૂ ટે છે. પણ શું આપણે જાણીએ છીએ, કે આ દેદો કોણ હતો? કન્યાઓ દેદો કેમ કૂ ટે છે?

આની પાછળ નો ઈતિહાસ કંઈક આવો છે….

અરઠીલા ગામની બહાર છાવણી નાંખી પડેલ મહમદ બેગડાના સૈ નિકોએ આપા દેદા આહીરને એકલા હાથે વિ નાશ સર્જતો જોઈ તેને મા રવાઉમટી પડ્યા. અરઠીલા કિલ્લાની બહાર દેદા આહીર અને બાદશાહની સે નાવચ્ચે જીવ સટોસટનો જં ગખેલાયો. દેદો આહીર બંને હાથથી તર વારવીંઝતો જેમ જુવારના કણસલા લણતો હોય તેમ દુશ્મનોના મા થાવા ઢતો એકલો મુસ્લિમ સે નાવચ્ચે આગળ વધી રહ્યો હતો. જલ્લાલુદ્દીને તેની પીઠ પાછળથી સૈ નિકોને આ કર મણ કરવા ઈશારો કર્યો. દેદાએ સેંકડો સૈ નિકોને રહે સીનાખ્યા.

દેદો બેય હાથથી લો હીનીત રતી તર વારોથી દુશ્મન સે નામાં કહે ર વર્તાવી રહ્યો હતો. ત્યારે દેદાની પીઠ પાછળથી ગરદન ઉપર તર વારનો ઘા કરવામાં આવતા તેનું મા થું ધડથી અલગ થઈ ગયું. દેદાનું મા થુંકપાતા ધડ ઝનૂને ચડ્યું, એમ કહેવાય છે, કે માથા વગરનું ધડ ઝનૂને ચડતા મહમદ બેગડાની સે નામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મા થા વગરના ધડને આંખો હોઈ તેમ બાદશાહની સે નાવચ્ચે જઈ અનેક સૈ નિકોનો કચ્ચરઘાણ બોલાવી દેતા સેનામાં ભાગદોડ મચી ગઈ.

અરઠીલાના એક યુવાને કરેલી ખુવારી જોઈ બાદશાહની સે ના ભયભીત થઈ ગઈ હતી. બેગડાની સે નાને અગમચેતીનો આભાસ થતા વિચારવા લાગી, કે જો અરઠીલાનો એક યુવાન આટલા સૈ નિકોની ખુવા રી કરી શકે, તો અરઠીલા ના હજારો આહીરો એક સાથે આવી ચડશે તો શું થશે? એવું વિચારી સેનાને પરત ફરવું જ યોગ્ય લાગ્યું.

પરંપરા :

આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલા અષાઢ માસની પૂનમની અજવાળી રાત્રીએ ખેલાયેલ આ જં ગમાં બેગડાની સે નાને દેદા આહીરે એકલા હાથે ભગાડી હતી અને એ સાથે ગામની દીકરીઓની લાજ બચાવતા પોતે વીરગતિ પામ્યો. દેદા આહીરની કથા-લોકકથાઓ, બારોટોના ચોપડાઓ અને દેદા ગોહિલના પાળિયારૂપે સાક્ષી પૂરે છે. આજેય સૌરાષ્ટ્રની કું વારી કન્યાઓ દર વર્ષની અષાઢી પૂનમે દેદા આહીરની શહીદીને અશ્રુભરી શ્રદ્ધાંજલી આપવા ગામની ભાગોળે ભેગા થઈ દેદો કૂ ટવાની પરંપરા જાળવતી જોવા મળે છે. જેમાં કુું વારી કન્યાઓ મરશીયા ગાય છે.

ભારતીય સંસ્કૃતમાં મ **રણને પણ સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર ગણવામાં આવ્યો છે. કન્યાઓ પોતાના ભાવી જીવનમાં મ @ણ પ્રસંગે કૂ ટવાનું શીખે, મરશિયા ગાતા શીખે એ ભાવના પણ આ પરંપરા પાછળ રહી છે.

બાળપણમાં મ **રણ પ્રસંગે સગા વહાલા કાણ લઈને આવે અને ગામના ચોકે ચોકે કાણે આવેલી બહેનો ધડામ ધડામ છાજીયા લેતા લેતા જે મરશિયા ગાય એ મરશિયા ભલભલા મૂછાળાઓની આંખમાં આંસું લાવી દેતી એ પ્રસંગની સ્મૃતિ હજીય માનસપટ્ટ પર એવી ને એવી હજુય અકબંધ છે.

મ રશું રણ મેદાનમાં ધરશુ લીલુડા શીશ,

આપા છીએ ગાંડી ગરનાં કરશું ઉજડા નીર.

– સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ (અમર કથાઓ ગ્રુપ)