“આરતી શ્રી હનુમાન લલા કી” : જાણો હનુમાજીની આ આરતીનો ગુજરાતી ભાવાર્થ.

0
436

आरती कीजै हनुमान लला की ।

दुष्ट दलन रघुनाथ कला की ॥ आरती कीजै …

ભાવાર્થ – આવો, આપણે બધા મળીને પ્રિય હનુમાનજીની આરતી કરીએ જેઓ દુષ્ટોનો નાશ કરનાર છે અને શ્રી રામચંદ્રજીના અભિન્ન અંગ છે.

जाके बल से गिरिवर काँपे ।

रोग-दोष जाके निकट न झाँके ॥ आरती कीजै …

ભાવાર્થ – એમના પરાક્રમથી પર્વતરાજ હિમાલય પણ કંપી ઊઠે છે અને એમના નામના ઉચ્ચારણ માત્રથી રોગ-દોષ નજીક આવવાનું દુસ્સાહસ નથી કરી શકતા.

अंजनी-पुत्र महाबलदाई ।

संतन के प्रभु सदा सहाई ॥ आरती कीजै …

ભાવાર્થ – હે અંજનીપુત્ર ! તમે બળના દાતા છો તેમજ દેવતાઓ તથા સંતોને સદૈવ સહાયતા પ્રદાન કરો છો.

दे बीरा रघुनाथ पठाए ।

लंका जारि सिया सुधि लाए ॥ आरती कीजै …

ભાવાર્થ – શ્રીરામજીએ તમને જ ઉત્તર દાયિત્વ સોપીને લંકા મોકલ્યા હતા અને તે જ લંકાને વિધ્વંસ કરીને તમે જ સીતામાતાની ખબર લાવ્યા હતા.

लंका सो कोट समुद्र सी खाई ।

जात पवन-सुत बार न लाई ॥ आरती कीजै …

ભાવાર્થ – તમે વિશાળ સમુદ્રને પાર કરવામાં તેમજ પ્રવેશ દ્વાર સુધી પહોંચવામાં જરાય વાર ના લગાડી.

लंका बारि असुर संहारे ।

सीता-रामजी के काज सँवारे ॥ आरती कीजै …

ભાવાર્થ – તમે લંકાને સ ળગાવી દાનવોનો વિના શ કર્યો અને સીતા-રામજીના કાર્યને પૂરું કર્યું.

लक्ष्मण मूर्च्छित पड़े सकारे ।

लाई संजीवन प्राण उबारे ॥ आरती कीजै …

ભાવાર્થ – જ્યારે લક્ષ્મણજી મૂર્ચ્છિત થયા ત્યારે તમે જ સંજીવની બુટ્ટી લાવીને તેમના પ્રાણોની રક્ષા કરી હતી.

पैठि पाताल तोड़ी जम कारे ।

अहिरावण की भुजा उखाड़े ॥ आरती कीजै …

ભાવાર્થ – તમે પાતાળ પહોંચીને યમના કાળાગારને તોડ્યું અને અહિરાવણના હાથોને ઉ ખાડી નાંખ્યાં.

बाईं भुजा से असुर संहारे ।

दाईं भुजा सब सन्त उबारे ॥ आरती कीजै …

ભાવાર્થ – તમે તમારા ડાબા હાથથી અસુરોનો વિનાશ કર્યો અને જમણા હાથથી દેવતાઓ તથા સંતોનું રક્ષણ કર્યું.

सुर नर मुनि जन आरती उतारें ।

जय जय जय हनुमान उचारे ॥ आरती कीजै …

ભાવાર્થ – દેવતા, મનુષ્ય, મુનિગણ અને ભક્તજન તમારી આરતી ગાય છે જય-જયકાર કરે છે.

कंचन थार कपूर लौ छाई ।

आरती करत अंजना माई ॥ आरती कीजै …

ભાવાર્થ – સોનાની થાળીમાં સુંદર ઢંગથી કપૂર, દીપક અને ભસ્મ સજાવી તમારી માતા અંજના પણ તમારી આરતી ગાય છે.

जो हनुमान जी की आरती गावे ।

बसि वैकुण्ठ परम पद पावे ॥ आरती कीजै …

ભાવાર્થ – જે કોઇ પણ વ્યક્તિ હનુમાનજીની આરતી ગાય છે, તે વિષ્ણુજીના પરમ ધામ વૈકુંઠ જઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.

– સાભાર જયરાજસિંહ ઝાલા (અમર કથાઓ ગ્રુપ)