આત્મા એક… ખોળિયા બે : મૈત્રીને વર્ણવતો આ લેખ બે મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો.

0
386

માણસ જુવાની માં છકેલો હોય છે ત્યારે એને ખ્યાલ નથી હોતો કે એના મિત્ર કોણ? ઓફીસ માં ઓફીસ ફ્રેન્ડશીપ હોય છે. કોઈ મોટા હોદા પર હોઈએ ત્યારે બોર્ડરૂમની મિટિંગ માં જે મૈત્રી થાય એ ખુરશી પર જ પ્રારંભ થાય અને ખુરશી સાથે જ સમાપ્ત થાય છે. એવા નશીબદાર માણસ બહુ ઓછા હોય છે જેમને જીવન ભર ના મિત્રો મળ્યા હોય.

મુલાકાતોની અનેક રીયાજોમાંથી પસાર થયા પછી આપમેળે પાંગરે તે મૈત્રી. મૈત્રી ઘટના છે એમાં યત્નો-પ્રયત્નો ન ચાલે. મનોયત્નો બધા નાકામા નીવડે. અહી ગણિત કે કોષ્ટક નું કષ્ટ નથી હોતું. એ સહજ હોય છે. મૈત્રી એ કલા છે. એનો અર્થ એવો કે એ સાધના છે.

સતત અપેક્ષા રાખનાર માણસ ને કદીય મૈત્રી નો અનુભવ થતો નથી. મૈત્રી એટલે લિયા-દિયા નહી. કાળ ના કાળા બોગદામાંથી પસાર થાય અને પછી પણ હેમ ખેમ રહે તે મૈત્રી. દુધનો આવેલો ઊભરો એ મૈત્રી નથી મૈત્રી શાંત અને ઠરેલ છે. કાચા કાન ના માનશો કોઈદી મિત્રો થઇ નાં શકે. મિત્રો ક્ષણિક નથી હોતા. મૈત્રી એટલે સમાન રસ હોવો જ જોઈએ એવો આગ્રહ નહિ. મૈત્રી એટલે સ્વતંત્રતા. ગળે વળગે એ વાત અલગ છે પણ ગળે પડે એ મૈત્રી નથી
જીવન મધુર બનાવનાર તત્વ એ મૈત્રી છે.

રોજ રોજ મડીએ એટલે મૈત્રી માં વૃદ્ધિ થાય એવું માનવું એ ભ્રમણા છે. છ મહીને કે છ વરસ પછી પણ મળો ત્યારે વાતો નો તંતુ સહજ પણે જોડાઈ જાય અને એવી પ્રતીતિ થાય કે હજી ગઈ કાલે જ તો આપણે છુટા પડ્યા’તા. મૈત્રી એ લાગણી ની અને વિચારો ની આપ-લે છે. સંમત થવું અનિવાર્ય નથી. મૈત્રી માં ખુલાસા કે ઉપદેશ ના હોય. મશ્કરી હોય પણ ઉપહાસ ના હોય આનંદ હોય પણ કોઈને ઉતારી પડવાનો આનંદ ના હોય. મૈત્રી એટલે નાની નાની વાતો એક મેક સાથે વહેચવી. કૉફી ના કપ ની વરાળ માં પણ મૈત્રીનો સૂર્ય ઉગતો હોય છે. સાથે આઈસ્ક્રીમ ખાતા હોઈએ ત્યારે ચંદ્ર ની ટાઢક મળતી હોય છે.

મિત્ર વિનાનો માણસ મને તો હમેશા વિચિત્ર લાગે. મૈત્રી કોઈની પણ સાથે થઇ શકે છે મૈત્રી માં વય કે લિંગ ભેદ હોતા નથી. મિત્ર તમારી વય કરતા નાનો કે મોટો હોઈ શકે છે. પુરુષ પણ મિત્ર હોઈ શકે અને સ્ત્રી પણ. કેટલાક લોકોના ઘર ઉજ્જડ વેરણ હોય છે ત્યાં મિત્રો ની આવન જાવન થતી નથી, હાસ્ય ના ફુવારા ઉડતા નથી, મીજલાસો જમતી નથી. બે જણ આપસ માં મળે તો એમાંથી આપો આપ સુરીલું સંગીત પ્રગટે આવી મૈત્રીના મૂળ ઊંડા હોય છે. એ મૈત્રી શૈશવની. રવિવાર આવે કે સ્કુલ માં લાંબી રાજા આવે ત્યારે મિત્ર ને મળવાનું મન થયા કરે.

હેન્રી થોરોએ કહ્યું છે કે મિત્ર માટે જો હું કઈ પણ કરી શકું તો એટલું જ કે, હું એનો મિત્ર થઇ શકું મારી પાસે ધન નથી કે હું એની ઉપર ન્યોછાવર કરી શકું. મારા મિત્ર ને પ્રેમ કરવામાં મને આનંદ છે, અને એ જાણે છે કે હું એને પ્રેમ કરું છુ એનાથી એને પણ આનંદ છે, તો આનાથી વધુ ઉત્તમ સૌગાત કઈ હોઈ શકે? આ અર્થ માં મૈત્રી દિવ્ય છે.

દુ:ખ માણસે એકલા સહન કરવાનું છે પણ આપણા સુખ માં કોઈ સહભાગી થાય ત્યારે એ સુખ નો સ્વાદ જુદો જ રહેવાનો. માણસ ઈચ્છે કે નાં ઈચ્છે એને હંમેશાં કોઈના સાથ -સંગાથ ની જરૂર હોય છે.

ખલીલ જિબ્રાન કહે છે કે, મૈત્રી એ મધુર જવાબદારી છે એ તક નથી પણ અવસર છે. પાળેલા સ્વાન કે બિલાળી પણ મિત્ર હોઈ શકે. એમિલી ડિક્સન તો ત્યાં સુધી કહે છે કે, મારા મિત્રો જ મારી મિલકત છે. બેંક બેલેન્સ મહત્વ નું નથી સંબંધો મહત્વના છે. મૈત્રી ની ભાષામાં શબ્દો નથી હોતા, પણ ગહન અર્થ હોય છે. કપડા નવા સારા ને મિત્રો જુના સારા એવી એક ચાઇનીસ કહેવત છે. ધબકતી મૈત્રી માટે હૃદય જોઈએ નાના બાળક માટે એના રમકડા એ એની મૈત્રી છે.

મૈત્રીનો મોટામાં મોટો આશીર્વાદ એ છે કે, તમે તમાર મિત્ર જોડે નાદાન થઇ શકો છો, મુર્ખ ની જેમ વર્તી શકો છો. આવી વાત બીજા કોઈએ નહિ પણ શાના માણસ એમર્સને કહી હતી.

– સંદીપ વસોયા (ફેસસ્ટોરી)

(સાભાર શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની, અમર કથાઓ ગ્રુપ)