બહેનનો તેના ભાઈ પ્રત્યેનો પ્રેમ રજુ કરતું ગુજરાતી બાળગીત “આવ રે બેન…..”

0
550

આવ રે બેન!

નહિ આવું!

તારી કોઠીએ જાર!

નહિ આવું!

તારી ભેંસ વિયાણી!

નહિ આવું!

તારી પાડી રણકે!

નહિ આવું!

તારી માડી છણકે!

નહિ આવું!

તારો ભાઈલો રૂએ!

આ આવી!

મિત્રો, આવો સાથે જ બીજા કેટલાક બીજા બાળગીતો પર નજર ફેરવીને બાળપણની યાદ તાજી કરી લઈએ.

(1) મામાનું ઘર કેટલે….

મામાનું ઘર કેટલે,

દીવા બળે એટલે,

દીવા મેં તો દીઠા,

મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,

મીઠાઈ લાવે મોળી,

મોળી મીઠાઈ ભાવે નહિ,

રમકડાં તો લાવે નહિ.

(2) દાદાનો ડંગોરો લીધો…..

દાદાનો ડંગોરો લીધો,

તેનો તો મેં ઘોડો કીધો,

ઘોડો ચાલે રૂમઝૂમ,

ધરતી ધ્રૂજે ધમધમ,

ધમ ધમ ધરતી થાતી જાય,

મારો ઘોડો કૂદતો જાય,

કૂદતાં કૂદતાં આવે કોટ,

કોટ કૂદીને મૂકે દોટ !

(3) સામે એક ટેકરી છે…..

સામે એક ટેકરી છે, ત્યાં વડનું ઝાડ છે.

વડને વડવાઈઓ છે, ઠંડી મજાની હવા છે.

કાલે ત્યાં જાશું ભાઈ, હીંચકા ખાશું ભાઈ!

ઉજાણી પણ કરશું ભાઈ, રમીને જમીને જશું ભાઈ!