મિત્રો આજે એક ભવ્ય, મનોહર શિવ પ્રતિમાની સચિત્ર માહિતી આપું છું. જે આપને ગમશે.
આદિયોગી શિવ પ્રતિમાનું સ્થાપના “ઈશા યોગ ફાઉન્ડેશન” (ઈશા યોગ કેન્દ્ર) દ્વારા કોઈમ્બતુર , તામિલનાડુ ખાતે તા ૨૪-૨-૨૦૧૭ ને શિવરાત્રીના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવી હતી.
આદિયોગી શિવની આ પ્રતિમા ૩૪ મીટરઉંચી, ૪૫ મીટર લાંબી અને ૭.૬ મીટર પહોળી છે.
શિવની આ મૂર્તિની ડિઝાઈન ઈશા ફાઉન્ડેશનના ફાઉન્ડર સદગુરુ જગ્ગી વાસુદેવે તૈયાર કરી છે. ચહેરામાં પથ્થરની જગ્યાએ સ્ટીલના ટુકડાને જોડીને દેશી ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે.
આદિયોગી શિવ પ્રતિમા ઈશા યોગ પરિસરમાં સ્થાપિત કરેલી છે. જે પશ્ચિમી ધાટીની એક શ્રૃંખલા વેલ્લિયગિરિ પર્વતની તળેટીમાં તામિલનાડુના કોઈમ્બતુર મા ધ્યાનલિંગ પર સ્થાપિત કરેલી છે.
સદગુરુ જગ્ગી વાસુદેવજીનું કહેવું છે કે આ પ્રતિમા થકી લોકોમાં યોગની પ્રેરણા જાગૃત થશે. અને તેથી તેનું નામ “આદિયોગી” એટલે કે પ્રથમ યોગી રાખેલ છે.
પૂરક માહિતી :
કોઈમ્બતુરની રસદાર હરિયાળી વચ્ચે આવેલ ઈશા યોગા સેન્ટર સાકલ્યવાદી અને પ્રેરક ગુરુ સદગુરુ આશ્રમ છે. સમગ્ર વિશ્વમાંથી અનુયાયીઓ આ શાંતિપૂર્ણ કેન્દ્ર પર યોગા અને મેડિટેશનની તાલીમ પ્રાપ્ત કરવા માટે અને સદગુરુના ઉપદેશો અંગે જાણવા માટે પોતાના તણાવપૂર્ણ શહેરી જીવનથી દૂર અહી આવે છે.
વેલ્લિયાનગીરી પર્વતમાળાની તળેટીમાં આવેલું આ રમ્ય સ્થળ માનસિક શાંતિ મેળવવા આવતા લોકો માટે રજાઓ ગાળવાનું પ્રિય સ્થળ છે. અહી લોકો યોગાની કલા શીખે છે અને અહી અનોખુ શક્તિશાળી ઊર્જાનું માળખું “ધ્યાનલિંગા” આવેલ છે જે એક જ સ્તંભ પર 250,000 ઈંટના ગુંબજનું માળખુ છે, તે ‘ધ્યાનલિંગા’ નીચે બેસીને ધ્યાન ધરવા માટે અને શહેરી વસવાટથી દૂર તણાવ વગરના સરળ જીવનનો અનુભવ લેવા માટે લોકો અહીની મુલાકાત લે છે.
સંકલન : હસમુખ ગોહીલ ૧૪-૯-૨૦૧૯ (અમર કથાઓ ગ્રુપ)