ગુડી પડવા વિશેની 10 વાતો જે તમે નહિ જાણતા હોવ, અહીં જાણો તેના વિષે.

0
804

જાણો ગુડી પડવા સાથે જોડાયેલી એવી વાતો જેનાથી તમે હજુ પણ અજાણ છો.

ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ગુડી પડવો ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તેને નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસે કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વગેરેમાં ઉગાદી ઉજવવામાં આવે છે. લોકો આ દિવસને ખૂબ જ શુભ માને છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી અને સતયુગની શરૂઆત થઈ હતી. આ દિવસે મીઠા પકવાન બનાવીને પૂજા કરવામાં આવે છે. આ બધી બાબતો ઉપરાંત ગુડી પડવા સાથે જોડાયેલી ઘણી બધી વાતો જોવા મળે છે જેના વિષે બધાને ખબર હોતી નથી. ચાલો તમને જણાવીએ.

1) ગુડી પડવાને મરાઠી લોકો નવા વર્ષની શરૂઆત માને છે. આ દિવસે લોકો નવા પાકની પૂજા કરે છે.

2) ગુડી પડવાના દિવસે લોકો પોતાના ઘરની ખાસ સાફ-સફાઈ કર્યા પછી પોતાના ઘરમાં રંગોળી બનાવે છે. આંબાના પાનનું તોરણ બનાવીને બધા ઘરના દરવાજા પર લગાવે છે. મહિલાઓ ઘરની બહાર સુંદર અને આકર્ષક ગુડી લગાવે છે.

3) ગુડી પડવાના અવસરે પુરણ પોળી નામની ખાસ વાનગી તૈયાર કરવામાં આવે છે. એટલે કે મીઠી રોટલી, તે ગોળ અને લીમડો, મીઠું, આમલી નાખીને બનાવવામાં આવે છે.

4) એવું માનવામાં આવે છે કે ઘરમાં ગુડી લાવવાથી દુષ્ટ આત્માઓ દૂર રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

5) પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન રામ આ દિવસે રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા હતા.

6) વિક્રમ સંવત હિંદુ પંચાંગ અનુસાર, આ દિવસે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી.

7) વીર મરાઠા છત્રપતિ શિવાજી મહારાજે યુદ્ધ જીત્યા પછી પહેલીવાર ગુડી પડવો ઉજવ્યો. એ પછી દર વર્ષે મરાઠી લોકો આ પરંપરાનું પાલન કરે છે.

8) મોટાભાગના લોકો આ દિવસે કડવા લીમડાના પાન ખાઈને દિવસની શરૂઆત કરે છે. એવું કહેવાય છે કે ગુડી પડવા પર આવું કરવાથી લો-હી શુદ્ધ થાય છે અને શરીર મજબૂત બને છે.

9) આ દિવસને અલગ-અલગ રાજ્યોમાં ઉગાડી, યુગાદી, છેતી ચાંદ વગેરે જેવા અલગ-અલગ નામોથી ઉજવવામાં આવે છે. મણિપુરમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

10) આ દિવસે સોનું, વાહન કે મકાન ખરીદવું કે કોઈ પણ કાર્ય શરૂ કરવું શુભ માનવામાં આવે છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.