આ 3 કામ ક્યારેય વચ્ચેથી નહિ છોડવા જોઈએ, નહીંતર ભવિષ્યમાં ખુબ પસ્તાવું પડશે.

0
707

ગરુડ પુરાણ અનુસાર ભૂલથી પણ ન કરવી જોઈએ આ 3 ભૂલ, નહિતર પસ્તવાનો વારો આવશે. આપણા ધર્મ ગ્રંથોમાં અનેક એવી વાતો જણાવવામાં આવી છે, જે આપણને લાઈફ મેનેજમેન્ટના સૂત્ર શીખવાડે છે. ગરુડ પુરાણ પણ એક એવો જ ગ્રંથ છે જે આપણને જીવન સાથે જોડાયેલી અનેક ગુપ્ત વાતોથી માહિતગાર કરાવે છે, તે વાતો આપણા માટે જાણવી ઘણી જરૂરી છે. ગરુડ પુરાણમાં 3 એવા કામ જણાવવામાં આવ્યા છે, જેને અધૂરા છોડવા પર ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો તે 3 કામ કયા કયા છે.

(1) બીમારી : જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેણે દવાઓ દ્વારા અને જરૂરી પરેજી દ્વારા બીમારીને જડમાંથી દૂર કરી દેવી જોઈએ. જે લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા પહેલા જ દવા લેવાનું બંધ કરી દે છે, એટલે કે રોગનું નિદાન અધૂરું છોડી દે છે, તે ભવિષ્યમાં વધારે બીમાર થઈ શકે છે. અને ઉથલો મારતી બીમારી વધારે ખતરનાક થઈ શકે છે.

(2) ઋણ અથવા ઉધાર : ઋણ અથવા ઉધાર લેવામાં આવેલા પૈસા કોઈ પણ સ્થિતિમાં નક્કી કરેલા સમયે ચૂકવી દેવા જોઈએ. જો ઉધાર ચુકવવામાં નહિ આવે તો તે વ્યાજને કારણે વધવા લાગે છે. ઉધાર આપવામાં આવેલા ધનને કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. એવી સ્થિતિથી બચવા માટે ઉધારની 100 ટકા ચુકવણી જલ્દીથી જલ્દી કરી લેવી જોઈએ.

(3) આગ : જો ક્યાંક આગ લાગી હોય તો તે આગને સંપૂર્ણ રીતે ઓલવી દેવી જોઈએ. જો નાનકડો તણખો પણ રહી ગયો તો તે ફરીથી મોટી આગમાં ફેરવાઈ શકે છે. તેનાથી જાન-માલને નુકશાન પહોંચી શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.