હિંદુ પંચાંગ અનુસાર 12 મે નો દિવસ ઘણો વિશેષ છે, જાણો આ દિવસે શું ખાસ થવા જઈ રહ્યું છે.

0
609

12 મે નો દિવસ છે ઘણો શુભ, આ દિવસે બની રહ્યા છે ઘણા વિશેષ યોગ જાણો તેની વિશેષતા.

12 મી મે નો દિવસ ખૂબ જ શુભ છે. હિંદુ પંચાંગ મુજબ આ દિવસે અનેક સંયોગો બનશે. જેના કારણે પૂજા અને વ્રતનું મહત્વ અનેકગણું વધી જશે. આ દિવસે એકાદશીની તિથિ છે. જેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે.

મોહિની એકાદશી 2022

ગુરુવાર 12 મે એ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. બધા ઉપવાસોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે. દંતકથા અનુસાર ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું અને આ પૃથ્વીને રાક્ષસોથી બચાવી હતી. આ દિવસે વ્રત રાખવાથી શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. સાથે જ આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હર્ષણ યોગ રહેશે.

ચંદ્ર કન્યા રાશિમાં રહેશે :

એકાદશી પર ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે. આ દિવસે બે ગ્રહો પોતાની રાશિમાં ગોચર કરશે. શનિ કુંભ રાશિમાં રહેશે જ્યારે ગુરુ મીન રાશિમાં રહેશે. તે રાજયોગ જેવું જ પરિણામ આપશે. તુલા, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આ મહિનો લાભદાયી સાબિત થશે.

ગુરુવારે મોહિની એકાદશી :

એકાદશી તિથિ 12 મી મે એ છે. આ દિવસે ગુરુવાર પણ છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે શ્રેષ્ઠ છે. ગુરુવારે એકાદશી આવતી હોવાથી આ વ્રતનું મહત્વ વધી ગયું છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.