સ્કંદ પુરાણ અનુસાર જાણો કયા વૃક્ષો ઉગાડવા લાભદાયક રહે છે.

0
805

આજે આપણા ભારતીય દેશી વૃક્ષોની વાત.

સ્કંદ પુરાણમાં એક અદ્ભૂત શ્લોક છે.

अश्वत्थमेकम् पिचुमन्दमेकम्

न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान्।

कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च. पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।

अश्वत्थः = પીપળાનું વૃક્ષ.

पिचुमन्दः = કડવા લીમડાનું વૃક્ષ.

न्यग्रोधः = વડનું વૃક્ષ

चिञ्चिणी = ખાટી આમલીનું વૃક્ષ.

कपित्थः = કોઠાનું વૃક્ષ.

बिल्वः = બીલીનું વૃક્ષ.

आमलकः = આમળાનું વૃક્ષ.

आम्रः = આંબાનું વૃક્ષ.

(उप्ति = છોડ લગાવવા)

અર્થાત : જે કોઈ આ વૃક્ષોના છોડનું રોપણ કરી તેમની દેખભાળ કરશે તેને નરકના દર્શન નહીં કરવા પડે. આ શીખામણનું અનુસરણ ન કરવાના કારણ આપણે આજ એ નરકની પરિસ્થિતિના સ્વરૂપે નરકના દર્શન થઈ રહ્યાં છે. હજી પણ બગડ્યું નથી. આપણે હજી પણ આપણી ભૂલો સુધારી શકીએ છીએ. અને આજથી જ આ શ્લોકમાં દર્શાવેલ વૃક્ષો અને તે ઉપરાંત બીજા દેશી ઉપયોગી વૃક્ષના ફોટાઓ નેટમાંથી લઈ લીલાધરે મૂક્યાં છે. તો તે મુજબ ઓણ ચોમાસે માત્ર દેશી વૃક્ષો જ ભારતમાં વાવવા સૌને મારો અનુરોધ અને આગ્રહભરી વિનંતી છે.

ગુલમહોર, નિલગિરી, સરૂ, ગાંડો બાવળ અને હમણાં બહુ ચાલ્યું છે તે કોનોકાર્પસ જેવા નુકસાનકારક વિદેશી કુળના વૃક્ષો આપણા દેશના પર્યાવરણ માટે ઘાતક છે. માત્ર પશ્ચિમી દેશોનું બસ અંધાનુકરણ કરીને આપણે પોતાનું મોટુ નુકશાન વ્હોરી લીધું છે.

ભારતીય મૂળનાં દેશી પીપળો, વડ અને લીમડો, બીલી, કદંબ, ખીજડો-સમી જેવા વૃક્ષ રોપવાના બંધ થવાથી સૂકા દુષ્કાળની સમસ્યા વધી રહી છે. આ વાંચીને આપણને આશ્ચર્ય થશે પરંતુ એ સત્ય છે. પીપળો૧૦૦ % કાર્બન ડાયોક્સાઈડ શોષિત કરે છે, વડ ૮૦ % અને લીમડો ૭૫ % શોષિત કરે છે. આ બધાં વૃક્ષો વાતાવરણમાં પ્રાણવાયુ-ઑક્સીજનની માત્રા વધારે છે. અને સાથેસાથે આપણી ધરતીના તાપમાનને પણ ઓછુ કરે છે.

આપણે આ વૃક્ષોના પૂજનની ભારતીય સનાતન ધર્મપરંપરાને અંધવિશ્વાસ માનીને તથા તથાકથિત સામ્પ્રદાયિકતાના ચાલતા કોઈ વર્ગવિશેષની ભાવનાઓનું ધ્યાન રાખવાના માટે આ વૃક્ષોથી અંતર પાડીને નીલગિરીના જેવાં વૃક્ષ સડકની બન્ને બાજુ લગાવવાની શરુઆત કરી. નીલગિરી ઝડપથી વધે છે પરંતુ, આ વૃક્ષ જમીનના દળ સૂકાવવા લગાવવામાં આવે છે. છેલ્લા ૪૦ વર્ષોમાં નીલગિરીના વૃક્ષોને મોટા પ્રમાણમાં લગાવી પર્યાવરણને હાનિ પહોંચાડી છે. પીપળને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. એ સબંધમાં શાસ્ત્રોમાં એક શ્લોક છે.

मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच!!

पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते!!

એનો અર્થ આપણે ખાસ તો સમજવો જોઈએ. પીપળો, વડ, લીમડો આદિનું વૃક્ષારોપણ કરવામાં આવશે ત્યારે ભારત દેશ પ્રદુષણમુક્ત થશે. આપણે આપણા સંગઠિત પ્રયાસોથી જ આપણા ભારતને નૈસર્ગિક આપદાઓથી બચાવી શકીશું. અને નૈસર્ગિક પ્રાણવાયુ મેળવી શકીશું. અને આવનાર પેઢીને નિરોગી એવં સુજલામ સુફલામ પર્યાવરણ દઈ શકીશું. અસ્તુ.!

– સાભાર ભરત સોલંકી (અમર કથાઓ ગ્રુપ)